મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Cyclone Dana: વાવાઝોડાના પગલે પશ્ચિમ રેલવે દ્વારા 150થી વધુ ટ્રેનો કરાઈ રદ

દાના વાવાઝોડું જેમ જેમ ભારત તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દરિયા કિનારા બ

Cyclone Dana: વાવાઝોડાના પગલે પશ્ચિમ રેલવે દ્વારા 150થી વધુ ટ્રેનો કરાઈ રદ

દાના વાવાઝોડું જેમ જેમ ભારત તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દરિયા કિનારા બે રાજ્યોની ચિંતા વધી રહી છે. માહિતી અનુસાર 23 થી 26 ઓક્ટોબર વચ્ચે વાવાઝોડાની ભીષણ અસરને જોતાં 197 ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો છે, ત્યારે પશ્ચિમ રેલવે પ્રમાણે, દાના વાવાઝોડાના અસરને ધ્યાનમાં રાખીને પુરી-ગાંધીધામ વચ્ચે દોડતી ટ્રેનને 26 ઑક્ટોબરના રોજ રદ કરવાનો નિર્ણય કરાયો છે. 

26 ઑક્ટોબર આ ટ્રેન રદ

પશ્ચિમ રેલવે વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, ચક્રવાત દાનાને પગલે ગુજરાતથી પૂર્વિય તટ વિસ્તારમાં જતી ટ્રેનના મુસાફરોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરી-ગાંધીધામ એક્સપ્રેસ (ટ્રેન નંબર- 22974) ટ્રેન આગામી 26 ઑક્ટોબર 2024ના રોજ રદ કરવાનો રેલવે વિભાગ નિર્ણય કર્યો છે. આ ટ્રેનના સમય અને સ્ટોપેજ સંબંધિત જરૂર જાણકારી રેલવેની ઓફિશ્યિલ વેબસાઈટ www.enquiry.indianrail.gov.in મળી રહેશે.

બંગાળની પૂર્વીય ખાડી પર છેલ્લા 6 કલાકમાં 13 કિ.મી.ની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહેલું વાવાઝોડું દાના આવતી કાલે (24 ઑક્ટોબરે) વહેલી સવારે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે. તેમજ આ વાવાઝોડું 24 ઑક્ટોબરની રાતથી 25 ઑક્ટોબરની સવાર સુધીમાં ભીતરકનિકા અને ઓડિશાના ધમારાની નજીક આવી શકે છે. 

ક્યારે ટકરાશે આ વાવાઝોડું? 

દાના વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ મુજબ આગામી 25 ઓક્ટોબર સુધીમાં પ.બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં દાના વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. આ દરમિયાન કોલકાતામાં એરપોર્ટના અધિકારીઓએ વાવાઝોડા બાદથી સંભવિત કોઈપણ સ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ઓડિશાના પૂરી જતાં પર્યટકોને હાલમાં ઘરે પરત ફરી જવાની સલાહ આપી હતી. 

આ સમાચાર શેર કરો