મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ગુરુવારે કરો આ 5 મંત્રનો જાપ અને ઉપાય, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય

હિન્દુ ધર્મમાં ગુરુવાર અને એકાદશી બંને ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. જ્

ગુરુવારે કરો આ 5 મંત્રનો જાપ અને ઉપાય, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય

હિન્દુ ધર્મમાં ગુરુવાર અને એકાદશી બંને ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે.  જ્યોતિષશાસ્ત્રમાં પણ તમામ નવ ગ્રહોમાં ગુરુને મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ગુરુને તમામ દેવતાઓનો ગુરુ કહેવામાં આવે છે. આજે ગુરુવારે કેટલાક ઉપાય કરવાથી તમને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને આ મંત્રોના જાપ કરવાથી વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ પોતાના આશીર્વાદ વરસાવશે.

ગુરુવાર માટેના ઉપાયો 

સુખ-સમૃદ્ધિ માટે

ભગવાન વિષ્ણુની સાથે-સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો. પૂજામાં ગોળ અને ચણાની દાળ ચઢાવો. તેનાથી જીવનમાં ખુશીઓ અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

ગુરુ દોષ દૂર કરવા

કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય છે. તે પ્રગતિમાં અવરોધો પણ બનાવે છે. તેના માટે નહાવાના પાણીમાં એક ચપટી હળદર ભેળવીને ગુરુવારે સ્નાન કરો.

લગ્ન માટે

જો તમને લગ્નમાં કોઈપણ પ્રકારની અડચણ આવી રહી હોય તો ગુરુવારે કેળાના છોડને જળ અર્પિત કરો અને તેની પૂજા કરો. આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઉભી થાય છે.

વ્યાપારમાં લાભ માટે

ધંધામાં નુકસાન થાય કે, મંદી હોય તો ગુરુવારે મંદિરમાં હળદરની માળા ચઢાવો. તેમજ પીળા વસ્ત્રો પહેરો અને હળદરનું તિલક લગાવો. આમ કરવાથી ધંધો નફો થવા લાગે છે.

મનોકામનાઓની પૂર્તિ માટે

ભગવાન વિષ્ણુને પીળો રંગ પસંદ છે. તેથી ગુરુવારે બને ત્યાં સુધી પીળા રંગનો ઉપયોગ કરો. ભગવાનને પીળા ફળ વગેરે અર્પણ કરો. પીળા વસ્ત્રો જાતે પહેરો અને પીળા રંગની વસ્તુઓનું દાન કરો. તેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.

ગુરુવારના મંત્ર

ॐ बृं बृहस्पतये नम:।
ॐ क्लीं बृहस्पतये नम:।
ॐ ग्रां ग्रीं ग्रौं स: गुरवे नम:।
ॐ ऐं श्रीं बृहस्पतये नम:।
ॐ गुं गुरवे नम:

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો