રામનવમી પર રાશિ મુજબ કરો આ મંત્રોના જાપ, ભગવાન રામ પૂરી કરશે બધી જ ઈચ્છા
આ વર્ષે 17 એપ્રિલના રામનવમીની ઉજવી કરવામાં આવશે. આ દિવસ મર્યાદા પુરુષ

આ વર્ષે 17 એપ્રિલના રામનવમીની ઉજવી કરવામાં આવશે. આ દિવસ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. તેથી દરવર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ધાર્મિક મતો મુજબ ભગવાન શ્રીરામની પૂજા કરનાર વ્યક્તિ મહેનતુ, નમ્ર, સદાચારી, ક્ષમાશીલ, દયાળુ, ધાર્મિક અને આદર્શવાદી બને છે.
ભગવાન શ્રીરામની કૃપાથી ભક્તના જીવનના તમામ દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જો તમે પણ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની કૃપા મેળવવા ઈચ્છો છો તો રામનવમીના દિવસે વિધિપૂર્વક તમારા આરાધ્યની પૂજા કરો. તેમજ પૂજા કરતી વખતે રાશિ મુજબ મંત્ર જાપ પણ કરો.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોએ રામનવમી પર 'ॐ પરમાત્મને નમઃ' મંત્રની એક માળા કરવી જોઈએ.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોએ ભગવાન શ્રીરામની કૃપા મેળવવા માટે 'ॐ પરસ્મૈ બ્રહ્મણે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોએ રામનવમી પર 'ॐ યજ્વને નમઃ' મંત્રની માળા કરવી જોઈએ.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે 'ॐ પિત્વાસસે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોએ રામનવમી પર 'ॐ હરયે નમઃ' મંત્રની માળા કરવી જોઈએ.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ ભગવાન શ્રીરામને પ્રસન્ન કરવા માટે 'ॐ રામ સેતુકૃતે નમઃ' મંત્રની માળાનો જાપ કરવો જોઈએ.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોએ રામનવમીના દિવસે 'ॐ રાઘવાયા નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોએ પૂજા દરમિયાન 'ॐ આદિપુરુષાય નમઃ' મંત્રની માળાનો જાપ કરવો જોઈએ.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકોએ રામનવમી પર 'ॐ પારાયા નમઃ' મંત્રની માળાનો જાપ કરવો જોઈએ.
મકર રાશિ
મકર રાશિના લોકોએ ઈચ્છિત વર મેળવવા માટે 'ॐ પારગાયા નમઃ' મંત્રની એક માળાનો જાપ કરવો જોઈએ.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકોએ રામનવમી પર 'ॐ મહોદરાયા નમઃ' મંત્રની માળાનો જાપ કરવો જોઈએ.
મીન રાશિ
મીન રાશિના લોકોએ ભગવાન શ્રીરામની કૃપા મેળવવા માટે 'ॐ બ્રહ્મંયાયા નમઃ' મંત્રનો પાંચ વખત જાપ કરવો જોઈએ.








