મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

હનુમાનજીના 7 શક્તિશાળી મંત્રનો કરો જાપ, તમને દરેક સંકટમાંથી બચાવશે

હનુમાનજીને શક્તિ, હિંમત, ભક્તિ અને રક્ષકના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તેમના આશીર્વાદ મેળવવા માટે, આપણે તેમના મંત

હનુમાનજીના 7 શક્તિશાળી મંત્રનો કરો જાપ, તમને દરેક સંકટમાંથી બચાવશે

હનુમાનજીને શક્તિ, હિંમત, ભક્તિ અને રક્ષકના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તેમના આશીર્વાદ મેળવવા માટે, આપણે તેમના મંત્રોનો જાપ કરીએ છીએ, જે આપણને જીવનના દરેક સંકટમાંથી મુક્ત કરે છે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ આરોગ્ય પ્રદાન કરે છે. હનુમાનજીના 7 શક્તિશાળી મંત્રના જાપ કરવાથી દરેક સંકટ દૂર થાય છે અને જીવનમાં સફળતા મળે છે.

આ પણ વાંચો: જાગતાની સાથે જ આ મંત્રનો જાપ કરો, તે દિવસે નહીં રહે કોઈ સમસ્યા!

ॐ श्री हनुमते नमः॥

હનુમાનજીની કૃપાથી કોઈપણ કાયદાકીય મામલામાં વિજય મેળવવા માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે. તે ખાસ કરીને વાદ-વિવાદ, કોર્ટ કેસ અથવા અન્ય કોઈ ન્યાયિક કાર્યવાહીમાં સફળતા હાંસલ કરવામાં મદદરૂપ થાય છે. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી ન્યાયિક મામલાઓમાં વિજય પ્રાપ્ત થાય છે.

ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि। तन्नो हनुमत् प्रचोदयात्॥

આ મંત્ર માનસિક શક્તિ અને શાંતિ આપે છે. તેનો જાપ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા મળે છે. આ મંત્રનો જાપ સવારે કે રાત્રે શાંત વાતાવરણમાં કરી શકાય છે. આ મંત્ર ધ્યાન અને સાધનામાં પણ મદદગાર છે.

ॐ हं हनुमते रुद्रात्मकायं हुं फट्।

આ મંત્ર એવા લોકો માટે છે જેઓ શત્રુઓથી ડરે છે અથવા જેમનો જીવ જોખમમાં છે. આ મંત્ર શત્રુઓથી રક્ષણ અને ભય દૂર કરવામાં મદદરૂપ છે. શત્રુથી ડર કે પરેશાનીના સમયે આ મંત્રનો જાપ કરો. આ મંત્ર આત્મવિશ્વાસ અને હિંમત આપશે.

ॐ हं पवननन्दनाय स्वाहा।

આ મંત્ર હનુમાનજીના દર્શનને સરળ અને સુલભ બનાવે છે. જો તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં સુખ-શાંતિ બની રહેશે. આ મંત્રનો જાપનાથી તમને હનુમાનજીની કૃપા મળે છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ॐ नमो हरि मर्कट मर्कटाय स्वाहा।

જો તમારો શત્રુ ખૂબ જ મજબૂત છે અને તમારા માટે લડવું મુશ્કેલ છે, તો આ મંત્ર દુશ્મનને હરાવવામાં મદદ કરે છે. શત્રુની શક્તિનો નાશ કરવા માટે તેનો જાપ કરવામાં આવે છે. શત્રુના પડકારનો સામનો કરવા માટે આ મંત્ર વિશેષ અસરકારક છે.

ॐ नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा।

આ મંત્ર અસાધ્ય રોગો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ખૂબ જ અસરકારક છે. હનુમાનજીની કૃપાથી શારીરિક અને માનસિક રોગો દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે. આ મંત્રનો જાપ બીમાર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. તે વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને શક્તિ પ્રદાન કરે છે.

ॐ नमो भगवते हनुमते नमः।

જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે આ મંત્ર શ્રેષ્ઠ છે. તેનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ મંત્રનો નિયમિત જાપ કરો. તે જીવનને સુખ અને શાંતિથી ભરી દે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો