9 એપ્રિલથી શરૂ થાય છે ચૈત્ર નવરાત્રિઃ જગતજનનીની કૃપા પ્રાપ્ત કરવા કરો આ 5 ઉપાય
ચૈત્ર નવરાત્રિનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. આખા વર્ષમાં

ચૈત્ર નવરાત્રિનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. આખા વર્ષમાં બે વખત નવરાત્રિનો તહેવાર આવે છે પહેલી ચૈત્ર નવરાત્રી અને બીજી શારદીય નવરાત્રી. વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 8 એપ્રિલે રાત્રે 11:50 મિનિટે શરૂ થશે. આગલા દિવસે એટલે કે 9 એપ્રિલે રાત્રે 08:30 મિનિટે પૂર્ણ થશે. જેના કારણે 9 એપ્રિલે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. તમે આ નવરાત્રિમાં કેટલાક સરળ ઉપાય કરીને જીવનના સંકટોથી છુટકારો મેળવી શકો છો.
1. તિજોરીમાં ચાંદીનો સિક્કો રાખો
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તમે ચૈત્ર નવરાત્રિમાં આ ઉપાય અજમાવી શકો છો. નવરાત્રિ દરમિયાન એક ચાંદીનો સિક્કો પોતાની તિજોરીમાં મૂકી દો. આવું કરવાથી માતા દુર્ગા તમારા ઘરની આર્થિક તંગી દૂર કરશે.
2. નકારાત્મકતા દૂર કરવા માટે
તમારા ઘરમાં ઘણી વખત ઝઘડા થતા રહેતા હોય તેમજ સુખ-શાંતિનો માહોલ ભંગ થઈ રહ્યો હોય તો આ ઉપાય જરૂર અજમાવો. નવરાત્રિની પૂજા દરમિયાન માતા દુર્ગાને લાલ ફૂલ ચઢાવો અને પછી ઘરની પૂર્વ દિશાની માટીમાં દાટી દો. આવું કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થવા લાગશે.
3. ભાગ્યનો સાથ મેળવવા માટે
નવરાત્રિના 9 દિવસ તમે વિધિવત માતા દુર્ગાની પૂજા કરો અને શ્રદ્ધાભાવથી દુર્ગાસપ્તશતીનો પાઠ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવું કરવાથી બગડેલા કાર્ય સારા થવા લાગે છે અને ભાગ્યનો પૂરો સાથ મળે છે.
4. નજર દોષ માટે
જો તમને ખરાબ નજર લાગી ગઈ છે અને કાર્યમાં નિષ્ફળતા મળી રહી છે તો આ ઉપાય અજમાવી શકો છો. ચૈત્ર નવરાત્રિ પર જગત જનનીને લાલ સિંદૂર અર્પણ કરો અને પછી પોતાના મસ્તક પર ચાંદલો લગાવો. આવું કરવાથી નજર દોષનો પ્રભાવ ઘટી જાય છે.
5. સુખ-સમૃદ્ધિ માટે
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાને મોગરાના ફૂલ ચઢાવો. આવું કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે અને માતા દુર્ગાના આશીર્વાદ હંમેશા રહે છે.








