મકર રાશિના જાતકોએ ક્રોધ પર નિયંત્રણ રાખવું, જાણો તા.26નવેમ્બર 2024નું રાશિ ભવિષ્ય
આજનું નક્ષત્ર: હસ્ત (એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા) મેષ રાશ

આજનું નક્ષત્ર: હસ્ત
(એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા)
મેષ રાશિઃ
રીસર્ચ કરતા વિદ્યાર્થીને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
વિદેશથી આવકના માર્ગ મળશે.
વાહન ચાલવતા સાચવવું.
વૃષભ રાશિઃ
ધાર્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે.
આવકના માર્ગમાં વધારો થશે.
ભાગીદારીમાં વેપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મિથુન રાશિ:
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
કર્ક રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
સિંહ રાશિઃ
શિક્ષક તરીકે કાર્ય કરતા લોકોને વિશેષ માનસન્માનની પ્રાપ્તિ થશે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.
કન્યા રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં અવરોધ આવી શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
લોન ને લગતા કાર્યમાં વિલંબ થઈ શકે છે.
પારિવારિક સુખ સારું રહેશે.
તુલા રાશિઃ
કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
દૂધના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
ધન રાશિઃ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવ ની સ્થિતિ રહેશે.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મકર રાશિઃ
પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કુંભ રાશિઃ
કાર્ય સ્થળ પર વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.
મિત્રો સાથે સમય વીતશે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
પારિવારિક સુખ સારું રહેશે.
મીન રાશિઃ
કોલસાના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોનો દિવસ વ્યસ્ત રહેશે.
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.








