Navratri 2024: નવરાત્રિ પહેલા ખરીદો આ 3 વસ્તુઓ, હંમેશા ઘરમાં રહેશે સુખ-સૌભાગ્ય અને મળશે માના આશીર્વાદ
દુર્ગા માતાના ભક્તો જે મહાન ઉત્સવ માટે આખું વર્ષ રાહ જોતા હોય છે તેને હ

દુર્ગા માતાના ભક્તો જે મહાન ઉત્સવ માટે આખું વર્ષ રાહ જોતા હોય છે તેને હવે થોડા જ દિવસો બાકી છે. શારદીય નવરાત્રિ દરમિયાન, ભક્તો નવ દિવસ સુધી ધાર્મિક વિધિઓ સાથે માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. આ સમયગાળા દરમિયાન ઉપવાસ રાખવામાં આવે છે અને ભજન અને કીર્તન સાથે ઘણી ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસોમાં માતા આદિશક્તિ પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
આ વર્ષે શારદીય નવરાત્રિનો પ્રારંભ આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબરથી થવા જઈ રહ્યો છે. જેની પૂર્ણાહુતિ 12મીએ દશેરા સાથે થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, નવરાત્રિ પહેલા કેટલીક મહત્ત્વપૂર્ણ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ. આવો જાણીએ શું છે તે વસ્તુઓ.
1. સિંદૂર
ઉલ્લેખનીય છે કે, મા દુર્ગાની પૂજામાં સિંદૂરને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે કારણ કે તેને સૌભાગ્ય અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે તમે માને સિંદૂર ચઢાવો છો ત્યારે તમને દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે, શારદીય નવરાત્રિ પહેલા ઘરમાં સિંદૂર લાવવું જોઈએ.
2. માની ચુનરી
જ્યારે તમે અંબે માની પૂજા કરો છો, ત્યારે ક્યારેય ચુનરી પહેરાવવાનું ભૂલશો નહીં કારણ કે, માતા ચુનરીને ખૂબ પ્રેમ કરે છે અને તે દેવીનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ચુનરી લાવીને માને અર્પણ કરવાથી તેમની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
3. શંખ
શંખને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ પૂજા અથવા ધાર્મિક વિધિ દરમિયાન થાય છે. એવું કહેવાય છે કે, શંખના અવાજથી સકારાત્મકતા આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે. શંખને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ જ્યારે તમે તેને દેવીની પૂજામાં સામેલ કરો છો, ત્યારે તે વધુ અસરકારક બને છે.








