ઘરે લાવી રહ્યા છો બાપ્પા? જાણો સ્થાપના અને વિસર્જનના સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં ટૂંક સમયમાં જ વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીના આગમનની તૈયારીઓ શરૂ થઈ જશે. ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના પાવન પર્વે ઘરો અને પંડાલોમાં સિદ્ધિ વિનાયકની વિધિવત સ્થાપના કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા દ્વારા વર્ષ 2026 માટે ગણેશ પૂજન તથા સ્થાપના અને અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જનના વિવિધ શુભ મુહૂર્તો જાહેર કરવામાં આવ્યા છે.
ગણેશ સ્થાપના અને પૂજન પ્રારંભ (તા. 14/09/2026, સોમવાર)
ભાદરવા સુદ ચોથના દિવસે બાપાની સ્થાપના માટે દિવસ દરમિયાન અને રાત્રિના સમયે નીચે મુજબના શુભ મુહૂર્તો રહેશે.
સવારના મુહૂર્ત: સવારે 07:10થી 07:55 અને સવારે 09:35થી 11:05
બપોરનું મુહૂર્ત: બપોરે 02:40 થી 05:10
સાંજનું મુહૂર્ત: સાંજે 05:10 થી 08:15
રાત્રિનું મુહૂર્ત: રાત્રે 11:20થી 12:30
ગણેશ વિસર્જન (તા. 25/09/2026, શુક્રવાર)
દસ દિવસના આતિથ્ય બાદ ભાદરવા સુદ ચૌદસ એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન માટેના શુભ સમય આ મુજબ છે.
સવારના મુહૂર્ત: સવારે 06:35થી 11:05
બપોરનું મુહૂર્ત: બપોરે 12:45થી 02:10
સાંજનું મુહૂર્ત: સાંજે 05:25થી 06:30
રાત્રિનું મુહૂર્ત: રાત્રે 09:50થી 11:10
શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુભ મુહૂર્તમાં પૂજન અને સ્થાપના કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે, તેથી શ્રદ્ધાળુઓ આ નિર્ધારિત સમયે જ બાપાની સ્થાપના અને વિસર્જન કરી શકશે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું

