મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

કુંભ રાશિના જાતકોનું કાર્ય સ્થળ પર વધશે વર્ચસ્વ, જાણો તમારું આજનું 17 સપ્ટેમ્બરનું રાશિફળ

તા.૧૭-૦૯-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- શતભિષા ( કુલદીપ કારિયા –

કુંભ રાશિના જાતકોનું કાર્ય સ્થળ પર વધશે વર્ચસ્વ, જાણો તમારું આજનું 17 સપ્ટેમ્બરનું રાશિફળ

તા.૧૭-૦૯-૨૦૨૪  આજનું  રાશિફળ   
આજનું  નક્ષત્ર:- શતભિષા 

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ
વિદ્યાર્થીને ગણિત જેવા વિષયમાં રુચિ આવશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે. 
યોગ્ય માર્ગદર્શન લઈને નાણાંનું રોકાણ કરી શકો છો. 
કોર્ટકેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.

વૃષભ રાશિ 
ખાણી પીણીને લગતી વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર તમારું મન લાગેલું રહેશે. 
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.

મિથુન રાશિ 
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન ન થાય તે બાબતે સાવચેત રહેવું.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
.
કર્ક રાશિઃ 
કલાત્મક વિષયમાં રુચિ આવશે. 
નાના ભાઈ-બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું. 
મિત્રોનો સાથ સહકાર મળશે. 

સિંહ રાશિઃ 
તમે તમારી બુદ્ધિથી વ્યાપારમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરી શકો છો. 
મિત્રો સાથે પ્રવાસ યાત્રાનું આયોજન થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
નાણાંનું રોકાણ કરવું હિતાવહ નથી.

કન્યા રાશિઃ
પરિવાર સાથે યાત્રાનો આયોજન થઈ શકે છે. 
કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો. 
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું. 

તુલા રાશિઃ 
ફાઇનાન્સને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે સમય વીતશે.

વૃશ્ચિક રાશિઃ
કાર્યસ્થળ પર વધારે સમય આપવો પડશે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
શત્રુઓથી સાવધાન રહેવું.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

ધન રાશિઃ 
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા. 
આવકના માર્ગમાં વધારો થશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.

મકર રાશિ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
ત્વચા જન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી. 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.

કુંભ રાશિઃ 
રિસર્ચ કરતાં વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડશે.
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે. 
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું. 

મીન રાશિઃ 
તમે તમારા વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કરશો. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. 
વિદેશથી આવકના સ્ત્રોત પ્રાપ્ત થશે. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું.

આ સમાચાર શેર કરો