મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Diwali 2024/ ધોકો અથવા પડતર દિવસની સરળ અને શાસ્ત્રીય સમજ

આપણાં તહેવાર,પર્વ,અને ઉત્સવોની ઉજવણીમાં એક ચોક્કસ શાસ્ત્રોક્ત માન્યતા, રૂઢી અને વૈજ્ઞાનિક અભિગમ છ

Diwali 2024/ ધોકો અથવા પડતર દિવસની સરળ અને શાસ્ત્રીય સમજ

આપણાં તહેવાર,પર્વ,અને ઉત્સવોની ઉજવણીમાં એક ચોક્કસ શાસ્ત્રોક્ત માન્યતા, રૂઢી અને વૈજ્ઞાનિક અભિગમ છે. ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એ રાત્રીનાં ઉત્સવ છે. આપણાં વાર, તહેવાર પંચાગ મુજબ ત્રણ રીતે વિભાજિત છે સૂર્યોદયકાલિન, સ્પષ્ટ મધ્યાહન કાલિન અને રાત્રિવ્યાપિન. 

દિવાળીનાં ત્રણ દિવસ ધનતેરસ કાળીચૌદસ અને દિવાળી રાત્રિ વ્યાપિન પર્વો છે. લક્ષ્મિ રાત્રે આવે છે, કાલરાત્રિ  કાળીચૌદશ છે અને દિવાળી એ શારદા પૂજન સરસ્વતી પૂજન છે. રાત ઉજાગરા કરે તેજ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાન બનીને પૂજાય છે. નવું વર્ષ એ સૂર્યોદયકાલિન પર્વ છે. તેથી જ આ વર્ષે ધનતેરસની પૂજા મંગળવારે જ થશે કારણ કે બીજા દિવસે તેરશ તો છે પરંતુ રાત્રિએ નથી. 

એજ પ્રમાણે કાળીચૌદસ બુધવારે થાશે. કારણ કે રાત્રિ વ્યાપિની બુધવારે જ છે. તેથી કાળીચૌદશના નિવેધ, વડાં, તલવટ, સુરાપુરાનાં ચોખા હનુમાનજીનું પૂજન શસ્ત્ર અસ્ત્ર અને વાહન પૂજન બુધવારે થશે  

એજ નિયમ મુજબ શારદા પૂજન સ્વાતિ નક્ષત્રયુક્ત અમાસ ગુરુવારે થાશે અને દિવાળીનો તહેવાર, પર્વ, ઉત્સવ મનાવવામાં આવશે. ગુરુવારે ૨૪/૫૭સુધી અમાસ છે .! પરંતુ સ્વાતિ નક્ષત્ર ન હોવાથી દિવાળી ગણાય. અમાસ હોવાથી શિવપૂજનનું મહત્વ ચોક્કસ રહેશે. પરંતુ બીજો પડતર દિવસ ( ધોકો) ગણાશે. 

નૂતન વર્ષ બલિપૂજા એ આપણો સૂર્યોદયકાલિન પર્વ છે  તેથી શનિવારે જ થશે અને વેપારીઓ એ નવો રોજમેળ શનિવારે જ લખવાનો રહેશે. શાસ્ત્રોક્ત નિર્ણય છે અને આપણે સૌએ હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવાની છે.

ઘણાંને આ વ્યાખ્યા ના સમજાય એટલે એમ કહે છે કે આપણાં તહેવારો જ ગડમથલ ઊભી કરે છે અને ધોકા કાઢે છે... પણ ભાઈ, જો નિયમ મુજબ વાર તહેવાર કે પર્વ ઉજવવામાં ના આવે તો તે સર્વ વાર તહેવાર સરખા થૈ જાય. અને પંચાગની ઘડી, પળ, કલાક મિનિટ સેકંડનું મહત્ત્વ જ ના રહે પછી તો દિવાળી ઉનાળામાં કે ચોમાસામાં પણ આવવા લાગે, અને હુતાસણી ચોમાસામાં પણ આવે.  આપણુ ઋતુચક્ર વિંખાઈ જાય. પછી આપણું પંચાગ અને ખગોળ નાશા જેવી લેબોરેટરીને માર્ગદર્શન પણ ન કરી શકે. ગ્રહણ જેવી ભૌગોલિક ઘટનાઓનું સચોટ માર્ગદર્શન પણ ના કરી શકે. પંચાગને દીર્ઘ દૃષ્ટિએ વિચારવાનું છે. તમારી તાત્કાલિક સગવડો મુજબ નહીં એટલે તો આ સમગ્ર વિશ્વ ખગોળીય ઘટના માટે આપણા પંચાગ, જ્યોતિષને પ્રમાણભૂત માને છે  એટલું તો વિચારી ને આપણા પંચાગ નો ગર્વ લેતાં તો શીખવું જ પડશે.

આ સમાચાર શેર કરો