મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

400 વર્ષ પ્રાચીન પ્રતિમાઓનું સ્થળાંતર, શ્રદ્ધાળાઓએ કહ્યું- ભગવાન વિના લાગશે સૂનું

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જૈન દહેરાસર સાથે અનેક જૈન જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે. એક સમયે આ દ

400 વર્ષ પ્રાચીન પ્રતિમાઓનું સ્થળાંતર, શ્રદ્ધાળાઓએ કહ્યું- ભગવાન વિના લાગશે સૂનું

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જૈન દહેરાસર સાથે અનેક જૈન જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે. એક સમયે આ દહેરાસરની આસપાસ મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. આજે પણ નદી પાર શિફ્ટ થયેલા શ્રદ્ધળુઓ આ પ્રાચીન દહેરાસરમાં દર્શન માટે આવે છે. દર રવિવારે 500થી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હોય છે. 

આ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થળાંતરણ કરીને શિલજ લઇ જવામાં આવી હતી. પ્રાચીન જિનાલયોનું ઉત્થાપન કરીને અન્યત્ર ખસેડવા માટે વિધિ વિધાનનું પાલન કરવામાં આવતું હોય છે. 

સ્થાનિકોનું માનવું હતું કે 400 વર્ષ પ્રાચીન જિનાલય સાથે અમારી ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે. જિનાલયના ઉત્થાપન માટેની કામગીરી ઘણા સમયથી ચાલી રહી હતી ત્યારે સોશિયલ મીડિયામાં જિનાલયની પ્રતિમાના સ્થળાંતરણ અંગેના સોશિયલ મીડિયામાં ફરતા વીડિયોમાં ભગવાન વિના હવે સૂનુ સૂનું લાગશે એવી શ્રદ્ધાળુઓએ લાગણી વ્યકત કરી હતી. પ્રતિમાઓના ઉત્થાપન સમયે ધર્મના સંસ્કારો અને પરંપરા મુજબ વાજતે ગાજતે બગીમાં બેસાડીને ભગવાનનું ઉત્થાપન થાય તેવી પણ ભાવના વ્યકત કરી હતી.

આ સમાચાર શેર કરો