મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

ભારતીય ટેબલ ટેનિસ ટીમનું શાનદાર પ્રદર્શન, રોમાનિયાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં વિમેન્સ ટેબલ ટેનિસ ટીમમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતીય

ભારતીય ટેબલ ટેનિસ ટીમનું શાનદાર પ્રદર્શન, રોમાનિયાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં વિમેન્સ ટેબલ ટેનિસ ટીમમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતીય મહિલા ટીમે વિશ્વની ચોથા નંબરની ટીમ રોમાનિયાને હરાવીને આ ઈવેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ વિમેન્સ ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટમાં પહેલી વખત ભાગ લઈ રહી છે અને પહેલી વખતમાં જ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે.

ભારતીય ટીમનું પ્રદર્શન

ટેબલ ટેનિસની ટીમ ઈવેન્ટમાં વિમ્નેસ ડબલ્સની મેચમાં ભારતે રોમાનિયાને હરાવ્યું હતું. આ પછી મનિકા બત્રાએ સિંગલ્સ મેચ જીતી હતી. જો કે આ પછી રોમાનિયાએ સતત બે સિંગલ્સ મેચ જીતીને સ્કોર 2-2થી બરાબર કરી લીધો હતો. મનિકા બત્રાએ પાંચમી અને છેલ્લી મેચમાં જીતીને ભારતીય ટીમને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચાડી હતી.

આ સમાચાર શેર કરો