મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympic 2024 / મેડલ જીત્યા બાદ પણ ભારતીય હોકી ટીમના કેપ્ટને શા માટે માંગી માફી, કહ્યું- 'અમારું સપનું ગોલ્ડ...'

પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતીય હોકી ટીમે ખૂબ જ ઉજવણી કરી હતી. ભા

Paris Olympic 2024 / મેડલ જીત્યા બાદ પણ ભારતીય હોકી ટીમના કેપ્ટને શા માટે માંગી માફી, કહ્યું- 'અમારું સપનું ગોલ્ડ...'

પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતીય હોકી ટીમે ખૂબ જ ઉજવણી કરી હતી. ભારતીય ફેન્સ પણ ઉત્સાહિત હતા. જીત બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે કહ્યું કે, સપનું ગોલ્ડનું હતું પરંતુ સતત બીજી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને આ ટીમે સાબિત કરી દીધું છે કે તે દુનિયાની કોઈપણ ટીમને હરાવી શકે છે.

પેરિસ ઓલિમ્પિકમાં 10 ગોલ કરનાર હરમનપ્રીતે કહ્યું, 'સૌથી મહત્ત્વની વાત એ છે કે અમે સતત બે ઓલિમ્પિક મેડલ જીત્યા જે સાબિત કરે છે કે ભારતીય હોકીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. અમે કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ. આ દેશ અને આપણા માટે મોટી વાત છે.'

તેણે કહ્યું, 'આ સમયે રાહ લાંબી છે. હોકી ખેલાડી માટે આ સરળ નથી. અમે ખુશ છીએ કે અમે એક ટીમ તરીકે રમ્યા અને એકબીજામાં વિશ્વાસ હતો. તમામ કોચનો પણ આભાર.' વધુમાં તેણે કહ્યું, 'અમારું સપનું ગોલ્ડ મેડલ જીતવાનું હતું અને દરેકને વિશ્વાસ હતો કે અમે જીતીશું. હું માફી માંગવા માંગુ છું કારણ કે અમે ખૂબ નજીક આવીને ચુકી ગયા હતા પરંતુ આ મેડલ પણ અમારા માટે સર્વસ્વ છે.'

આ સમાચાર શેર કરો