મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

શું રમિતા જિંદાલ ભારતને જીતાડશે બીજો મેડલ? ક્યારે અને ક્યાં ફ્રીમાં જોઈ શકશો ફાઈનલ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મેડલનું ખાતું ખુલી ગયું છે. શૂટિંગમાં મનુ ભાકરે 10 મીટર એ

શું રમિતા જિંદાલ ભારતને જીતાડશે બીજો મેડલ? ક્યારે અને ક્યાં ફ્રીમાં જોઈ શકશો ફાઈનલ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મેડલનું ખાતું ખુલી ગયું છે. શૂટિંગમાં મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને હવે બીજા શૂટર આજે મેડલ જીતે તેવી અપેક્ષા છે. રમિતા જિંદાલે રવિવારે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવીને ભારત માટે મેડલ મેળવવાની દિશામાં એક પગલું ભર્યું હતું. 

રમિતા જિંદાલે રવિવારે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટના ક્વોલિફાયર્સમાં 5મું સ્થાન મેળવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. કુલ 631.5 પોઈન્ટ સ્કોર કરીને, તેણે ટીમ ઈવેન્ટમાં નિરાશાને દૂર કરી અને મેડલ તરફ આગળ વધી હતી. સોમવારે તમામની નજર આ શૂટર પર રહેશે. દરેક વ્યક્તિ આ ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે, અમે તમને જણાવીશું કે તમે આ મેચ ક્યારે અને ક્યાં ફ્રીમાં માણી શકો છો.

રમિતા જિંદાલની 10 મીટર એર રાઈફલની ફાઈનલ 

રમિતા જિંદાલની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઈનલ, આજે એટલે કે 29 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 1:00 વાગ્યે શરૂ થશે.

ઈવેન્ટનું લાઈવ ટેલીકાસ્ટ

રમિતા જિંદાલની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઈનલ સ્પોર્ટ્સ 18 ચેનલો પર જોઈ શકાશે.

ઈવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ

તમે JioCinema પર રમિતા જિંદાલની 10 મીટર એર રાઈફલ ફાઈનલનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

આ સમાચાર શેર કરો