Olympics: વિનેશ ફોગાટને ફાઇનલમાં ગેરલાયક ઠેરવી, શું સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મળી શકે? જાણો શું છે નિયમો
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે મહિલા 50 કિગ્રા વજન વર્ગની કુશ્તી સ્પર્ધાની

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે મહિલા 50 કિગ્રા વજન વર્ગની કુશ્તી સ્પર્ધાની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. હવે અચાનક 140 કરોડ ભારતીયોની આશાને ફટકો પડ્યો છે. વિનેશ તેના 50 કિલોથી ઓછા વજનને નિયંત્રિત ન કરી શકતા તેને ફાઈનલ મેચમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. હવે ભારતીયોના મનમાં સવાલ થાય કે શું વિનેશ ફોગાટ ફાઈનલ માટે અયોગ્ય જાહેર થયા પછી પણ કોઈ મેડલ જીતી શકશે કે નહીં?
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો મુજબ, જો કોઈ એથ્લેટ વજન કરવાની પ્રક્રિયાના બંને પ્રયાસોમાં વજન નિર્ધારિત સીમાથી વધુ હોવાનું જણાય છે તો તે એથલિટને ના તો કોઈ મેડલ મળે છે, પરંતુ તેને સ્પર્ધામાંથી બહાર કરવામાં આવશે. ન તો તેને કોઈ રેન્ક આપવામાં આવશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં કોઈ મેડલ જીતી શકશે નહીં. અર્થાત ફાઇનલમાં પહોંચવા છતાં વિનેશે મેડલ વિના ઘરે પરત ફરવું પડશે. ફાઈનલમાં પહોંચવા છતાં ગોલ્ડ મેળવવાની વાત દૂર પરંતુ તેને સિલ્વર અને બ્રોન્ઝ પણ ગુમાવવો પડ્યો છે.
જણાવી દઈએ કે ફાઈનલમાં પહોંચ્યા બાદ વિનેશ ફોગાટનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કોચ સાથે પ્રેક્ટિસ કરી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિનેશ આખી રાત ઉંઘી ન હતી અને સવારે ઉઠ્યા પછી જાણવા મળ્યું કે તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતા લગભગ 2 કિલો વધુ છે. પોતાનું વજન કંટ્રોલમાં લાવવા માટે તે ભૂખી રહી અને પાણી પીધું. છતાં તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું. વિનેશ ફોગટના કેમ્પે તેનું વજન નિયંત્રણમાં લાવવા માટે થોડા કલાકોની માંગ કરી હતી, પરંતુ આ માંગને ફગાવી દેવામાં આવી. એક નિરાશાજનક છે કે વિનેશ હવે ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે, જે સમગ્ર ભારત માટે મોટો આંચકા સમાન છે.






