Paris Olympic 2024 / કલોઝિંગ સેરેમનીમાં ભાગ લેશે ટોમ ક્રૂઝ, લોસ એન્જલસમાં રમાશે ઓલિમ્પિક્સ 2028
પેરિસ ઓલિમ્પિક 2024નો કલોઝિંગ સેરેમની 11 ઓગસ્ટે યોજાવા જઈ રહી છે. જેમાં હોલીવુડનો સુપરસ્ટાર ટોમ

પેરિસ ઓલિમ્પિક 2024નો કલોઝિંગ સેરેમની 11 ઓગસ્ટે યોજાવા જઈ રહી છે. જેમાં હોલીવુડનો સુપરસ્ટાર ટોમ ક્રૂઝ પણ તેનો ભાગ બની શકે છે, જેણે મિશન ઈમ્પોસિબલ સિરીઝ, ટોપ ગન અને એજ ઓફ ટુમોરો જેવી ખૂબ જ સફળ ફિલ્મોમાં કામ કર્યું છે, તે કલોઝિંગ સેરેમનીમાં સ્ટંટ કરશે.
કલોઝિંગ સેરેમનીમાં ઓલિમ્પિક ફ્લેગ 2028 ઓલિમ્પિકના યજમાન શહેર લોસ એન્જલસને સોંપવામાં આવશે. કાર્યક્રમ અંગેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ આ દરમિયાન પેરિસના મેયર એની હિડાલ્ગો લોસ એન્જલસના મેયર કેરેન બાસને ઓલિમ્પિક ફ્લેગ સોંપશે. હોલીવુડની એક વેબસાઈટે ક્લોઝિંગ સેરેમનીમાં ટોમ ક્રૂઝની સહભાગિતા વિશે સૌપ્રથમ જાણ કરી હતી.
વેબસાઈટે એવો દાવો કર્યો હતો કે, એક્શન માટે જાણીતો અભિનેતા ઓલિમ્પિક માટે એક 'અનોખા સ્ટંટ'ની યોજના બનાવી રહ્યો છે. ઓલિમ્પિક્સ 2028નું આયોજન લોસ એન્જલસમાં 14થી 30 જુલાઈ દરમિયાન કરવામાં આવશે. આ શહેર અગાઉ 1932 અને 1984માં ઓલિમ્પિકનું આયોજન કરી ચૂક્યું છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન
હાલમાં પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. આ વર્ષની ઓલિમ્પિકમાં ભારતીય શૂટરો મેડલ પર નિશાન સાધે છે. ભારતે પેરિસમાં અત્યાર સુધીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ત્રણેય ભારતીય શૂટરો લાવ્યા છે.
ભારતે આ ઓલિમ્પિકમાં પોતાનો અગાઉનો રેકોર્ડ તોડવાના ઈરાદા સાથે પ્રવેશ કર્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને એક સિઝનમાં સૌથી વધુ 7 મેડલ મળ્યા છે. અત્યાર સુધી આ ઓલિમ્પિકમાં ભારતને 3 મેડલ મળ્યા છે અને આજે મનુ ભાકર પાસેથી ત્રીજા મેડલની અપેક્ષા છે.








