મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympic 2024 / 14મા બર્થડે પહેલા ખેલાડીએ પેરિસમાં જીત્યો ગોલ્ડ, તૂટતા તૂટતા બચ્યો 88 વર્ષ જૂનો રેકોર્ડ

જાપાનની એક એથ્લેટે પોતાની ક્ષમતાથી સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક નંબર છે. તેણે તેના 14મા બર્થડે પહ

Olympic 2024 / 14મા બર્થડે પહેલા ખેલાડીએ પેરિસમાં જીત્યો ગોલ્ડ, તૂટતા તૂટતા બચ્યો 88 વર્ષ જૂનો રેકોર્ડ

જાપાનની એક એથ્લેટે પોતાની ક્ષમતાથી સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક નંબર છે. તેણે તેના 14મા બર્થડે પહેલા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અમે વાત કરી રહ્યા છીએ જાપાનની કોકો યોશિઝાવાની, જે 22 સપ્ટેમ્બર 2024ના રોજ પોતાનો 14મો જન્મદિવસ ઉજવશે. પરંતુ, તે પહેલા તે સ્કેટબોર્ડમાં ઓલિમ્પિક ચેમ્પિયન બની ચૂકી છે. તેની સાથે સિલ્વર અને બ્રોન્ઝ જીતનાર ખેલાડીઓ પણ માત્ર 15 અને 16 વર્ષના છે.

ઓલિમ્પિકમાં સૌથી નાની ઉંમરે ગોલ્ડ મેડલ કોણે જીત્યો?

હવે, જો તમે વિચારી રહ્યા છો કે કોકો યોશિઝાવા ઓલિમ્પિક ઈતિહાસની સૌથી યુવા ચેમ્પિયન છે, તો તમે ખોટા છો. કારણ કે, 88 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાથી બચી ગયો છે. સમર ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી યુવા ચેમ્પિયન ખેલાડીનું નામ માર્જોરી ગેસ્ટ્રિંગ છે. આ અમેરિકન એથ્લેટે 1936 બર્લિન ઓલિમ્પિકમાં સ્પ્રિંગબોર્ડ ડાઇવિંગમાં ગોલ્ડ જીત્યો હતો. તે સમયે તેમની ઉંમર માત્ર 13 વર્ષ 268 દિવસની હતી. જ્યારે જાપાની એથ્લેટ કોકો યોશિઝાવાએ પેરિસ ઓલિમ્પિકમાં 13 વર્ષ 341 દિવસમાં ગોલ્ડ જીત્યો છે.

સિલ્વર અને બ્રોન્ઝ જીતનાર

જાપાને પેરિસ ઓલિમ્પિકમાં મહિલા સ્કેટબોર્ડ ઈવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીત્યો છે. આ મેડલ જીતનાર 15 વર્ષની લિઝ અકામા છે. બ્રોન્ઝ મેડલ 16 વર્ષની બ્રાઝિલની સ્કેટબોર્ડર રાયસા લીલે કબજે કર્યો છે. કોકો યોશિઝાવાએ 272.75 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. લિઝ અકામા 265.95 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. જ્યારે બ્રાઝિલની સ્કેટબોર્ડરે 253.37 પોઈન્ટ મેળવ્યા હતા.

બ્રાઝિલના ખેલાડીએ સિલ્વર ગુમાવ્યો

બ્રાઝિલની મહિલા સ્કેટ બોર્ડર લીલે ટોક્યો 2020માં સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ, તેને પેરિસમાં બ્રોન્ઝ મળ્યો છે. અગાઉ, મેન્સ સ્કેટબોર્ડિંગ જે શનિવારે યોજાવાની હતી તે સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો