મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics Day 5 / શૂટિંગમાં વધુ એક મેડલની આશા, 50M રાઈફલ થ્રી પોઝિશનની મેડલ ઈવેન્ટમાં પહોંચ્યો સ્વપ્નિલ

પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભારતને બે મેડલ મળ્યા છે. આ બંને મેડલ શૂટિંગમાં જ મળ્યા છે. વિમે

Paris Olympics Day 5 / શૂટિંગમાં વધુ એક મેડલની આશા, 50M રાઈફલ થ્રી પોઝિશનની મેડલ ઈવેન્ટમાં પહોંચ્યો સ્વપ્નિલ

પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભારતને બે મેડલ મળ્યા છે. આ બંને મેડલ શૂટિંગમાં જ મળ્યા છે. વિમેન્સ 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યો હતો. આ સિવાય ગઈકાલે મનુ ભાકરે સરબજોત સાથે 10 મીટર એટ પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. હવે ભારતને શૂટિંગમાંથી વધુ એક મેડલ મળવાની શક્યતા છે. આ મેડલ સ્વપ્નિલ કુસાલે જીતી શકે છે. 

ભારતના સ્વપ્નિલ કુસાલેએ પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 590ના સ્કોર સાથે મેડલ ઈવેન્ટ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. સ્વપ્નિલ ઉપરાંત આ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર 589ના સ્કોર સાથે 11મા સ્થાને રહ્યો અને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શક્યો નહીં.

શૂટિંગમાં વધુ એક મેડલની આશા જાગી

ભારતીય શૂટર સ્વપ્નિલ કુસલે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનની ફાઇનલમાં પહોંચતા શૂટિંગમાં વધુ એક મેડલ મળવાની આશા જાગી છે. તમને જણાવી દઈએ કે ફાઈનલ 1 ઓગસ્ટે બપોરે 1:30 કલાકે યોજાશે.

આ સમાચાર શેર કરો