Paris Olympics: નીરજ ચોપરાને જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજે બીજા રાઉન્

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજે બીજા રાઉન્ડમાં 89.45 મીટરનો થ્રો કર્યો હતો જે તમામ ખેલાડીઓમાં બીજો સૌથી શ્રેષ્ઠ થ્રો હતો. આટલું જ નહીં આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો છે.
ટોક્યો ઓલિમ્પિકમાં રચ્યો હતો ઈતિહાસ
નોંધનીય છે કે ત્રણ વર્ષ અગાઉ સાતમી ઓગસ્ટે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઈંડીવીજુઅલ ગોલ્ડ મેડલ જીતનાર તે માત્ર બીજો એથલીટ હતો. તે બાદ નીરજે વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ડાયમંડ લીગમાં પણ જીત હાંસલ કરીને સુવર્ણ ઈતિહાસ અંકિત કર્યો છે.
અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો
પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. અરશદ નદીમે તેનો બીજો થ્રો 92.97 મીટરનો થ્રો કર્યો જે એક ઓલિમ્પિક રેકોર્ડ છે. અરશદે નોર્વેના એન્ડ્રેસ થોર્કિલ્ડસનનો રેકોર્ડ તોડ્યો હતો. એન્ડ્રીસે આ રેકોર્ડ 23 ઓગસ્ટ, 2008ના રોજ બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર જેવલિન ફેંકીને બનાવ્યો હતો.
ફાઈનલમાં તમામ 12 ખેલાડીઓનું પ્રદર્શન
1. અરશદ નદીમ (પાકિસ્તાન) – 92.97 મીટર
2. નીરજ ચોપરા (ભારત) – 89.45 મીટર
3. એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 88.54 મીટર
4. જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક) – 88.50 મીટર
5. જુલિયસ યેગો (કેન્યા) – 87.72 મીટર
6. જુલિયન વેબર (જર્મની) – 87.40 મીટર
7. કેશોર્ન વોલકોટ (ટ્રિનિદાદ અને ટોબેગો) – 86.16 મીટર
8. લસ્સી એટેલેટાલો (ફિનલેન્ડ) – 84.58 મીટર
9. ઓલિવર હેલેન્ડર (ફિનલેન્ડ) – 82.68 મીટર
10. ટોની કેરાનેન (ફિનલેન્ડ) – 80.92 મી
11. લુઇઝ મોરિસિયો દા સિલ્વા (બ્રાઝિલ) – 80.67 મીટર
12.એન્ડ્રિયન માર્ડારે (મોલ્ડોવા)- 80.10 મીટર
ફાઇનલમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
પ્રથમ પ્રયાસ- ફાઉલ
બીજો પ્રયાસ- 89.45 મીટર
ત્રીજો પ્રયાસ - ફાઉલ
ચોથો પ્રયાસ - ફાઉલ
પાંચમો પ્રયાસ - ફાઉલ
છઠ્ઠો પ્રયાસ - ફાઉલ
પાંચ રાઉન્ડમાંથી ચાર ફાઉલ
પાંચમા પ્રયાસમાં પણ નીરજ ચોપરાને નિરાશા હાથ લાગી હતી. પાંચમા રાઉન્ડમાં ફાઉલ થઈ જવાના કારણે નીરજ ખુદથી જ ખૂબ નિરાશ પણ થયો હતો. શરૂઆતના પાંચ રાઉન્ડમાંથી માત્ર એક જ થ્રો સારો રહ્યો બાકી ચાર ફાઉલ રહ્યા હતા.
નીરજ ચોપરાની સિદ્ધિઓ
ટોક્યો ઓલિમ્પિક 2021 - ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2018 - ગોલ્ડ મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2018 - ગોલ્ડ મેડલ
એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપ 2017 - ગોલ્ડ મેડલ
વર્લ્ડ U-20 એથ્લેટિકસ ચેમ્પિયનશીપ 2016 - ગોલ્ડ મેડલ
એશિયન જુનિયર ચેમ્પિયનશીપ 2016 - સિલ્વર મેડલ








