મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

પેરિસ ઓલિમ્પિકમાં ફૂટબોલ મેચ દરમિયાન સુરક્ષામાં ચૂક, મેદાનમાં ઘુસી આવ્યો દર્શક

પેરિસ ઓલિમ્પિકમાં ફૂટબોલ મેચ દરમિયાન સુરક્ષામાં ખામી સર્જાઈ હતી જ્યારે અમેરિકા અને ગિની વચ્ચે રમાયેલી

પેરિસ ઓલિમ્પિકમાં ફૂટબોલ મેચ દરમિયાન સુરક્ષામાં ચૂક, મેદાનમાં ઘુસી આવ્યો દર્શક

પેરિસ ઓલિમ્પિકમાં ફૂટબોલ મેચ દરમિયાન સુરક્ષામાં ખામી સર્જાઈ હતી જ્યારે અમેરિકા અને ગિની વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક દર્શક મેદાનમાં ઘુસી આવ્યો હતો. આવું ત્યારે થયું જ્યારે અમેરિકાએ ગિની સામે 3-0થી જીત મેળવી હતી. જોકે બાદમાં સુરક્ષાકર્મીઓએ દર્શકને પકડીને મેદાનમાંથી બહાર કાઢ્યો હતો.

ફૂટબોલ મેચ દરમિયાન સુરક્ષામાં ચૂક

સેન્ટ-એટિએનમાં સ્ટેડ જ્યોફ્રોય-ગ્યુચાર્ડ ખાતે યુનાઇટેડ સ્ટેટ્સની 3-0થી ગિની સામે જીતના અંતે આ વ્યક્તિ પીચ પર દોડી આવ્યો હતો. 

આ જ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને મોરોક્કો વચ્ચે રમાયેલી મેચ દરમિયાન દર્શકોએ હંગામો મચાવ્યો હતો. ત્યારપછી મોરક્કોના ચાહકો મેદાનમાં ઘુસી ગયા હતા, જેના કારણે રમત બે કલાક માટે રોકી દેવાઈ હતી. અમેરિકા અને ગિની વચ્ચેની મેચ દરમિયાન મેદાન પર દોડી આવેલો દર્શક ગિનીના અલીઉ બાલ્ડે સાથે અથડાઈ ગયો. બાદમાં સુરક્ષાકર્મીઓએ તેને પકડીને બહાર કાઢ્યો હતો.

આ સમાચાર શેર કરો