હંગેરિયન રેસલરને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી રિતિકા હુડ્ડા, ઓલિમ્પિકમાં વધુ એક મેડલની આશા
ભારતીય રેસલર રિતિકા હુડ્ડાએ વિમેન્સ 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઈનલમાં

ભારતીય રેસલર રિતિકા હુડ્ડાએ વિમેન્સ 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં રિતિકા હુડ્ડાએ હંગેરિયન રેસલર બર્નાડેટ નાગીને 12-2થી હરાવી હતી. રિતિકાની વર્લ્ડ રેન્કિંગ હાલમાં 54 છે જ્યારે બર્નાડેટની વર્લ્ડ રેન્કિંગ 16 છે. આવી સ્થિતિમાં રિતિકાએ એક મોટો અપસેટ સર્જ્યો કર્યો છે. ક્વાર્ટર ફાઈનલમાં રિતિકાનો મુકાબલો ટોપ રેન્કર અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા એપરી કાઈજી સામે થશે. ક્વાર્ટર ફાઈનલ મેચ સાંજે 4:25 કલાકે રમાશે.
પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં રિતિકાનું પ્રદર્શન
રિતિકા પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં હંગેરિયન રેસલર પર સંપૂર્ણપણે હાવી થઈ ગઈ હતી. રિતિકા ટેક્નિકલ શ્રેષ્ઠતાના આધારે જીતી હતી. તમને જણાવી દઈએ કે જો કોઈ રેસલર 10 પોઈન્ટની લીડ લઈ લે છે, તો મેચ ત્યાં જ ખતમ થઈ જાય છે.




