Paris Olympics 2024 / રમિતાએ 10 મીટર એર રાઈફલ મહિલા સિંગલ્સના ફાઈનલમાં કર્યો પ્રવેશ
પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે, બે વખત ઓલિમ્પિક મેડલ જીતનાર

પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે, બે વખત ઓલિમ્પિક મેડલ જીતનાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુએ વિમેન્સ સિંગલ્સના ગ્રુપ સ્ટેજની પહેલી મેચ જીતીને વિજયી શરૂઆત કરી છે, તો બલરાજ પંવારે રોઇંગમાં મેન્સ સ્કલ્સ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
આ સિવાય ભારતની રમિતા જિંદાલે 10 મીટર એર રાઈફલ મહિલા સિંગલ્સમાં ઈતિહાસ રચ્યો છે. આ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચનારી તે ત્રીજી ભારતીય એથ્લેટ બની ગઈ છે. 20 વર્ષની રમિતા જિંદાલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 631.5ના સ્કોર સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે તમામ છ સિરીઝમાં 100 પ્લસનો સ્કોર કર્યો હતો. આ જ ઈવેન્ટમાં, ભારતની ઈલેવેનિલ 630.7ના સ્કોર સાથે 10મા સ્થાને રહી અને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી નહીં.






