'આપણા રેસલરના કારણે...', PM મોદીએ અમન સેહરાવતને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિકમાં 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પેરિસ ઓલિમ્પિકમાં 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રેસલર અમન સેહરાવતને અભિનંદન પાઠવ્યા હતા. અમને પેરિસ ઓલિમ્પિકમાં રેસલિંગમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીની બ્રોન્ઝ મેડલ મેચમાં તેણે પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવ્યો હતો.
પીએમ મોદીએ X પર લખ્યું છે, 'આપણા રેસલરના કારણે આપણે વધુ ગર્વ અનુભવ્યા. પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમન સહરાવતને ખૂબ ખૂબ અભિનંદન. સમગ્ર દેશ આ નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરી રહ્યો છે.'
અમનને સેમીફાઈનલ મેચમાં જાપાની રેસલર રેઇ હિગુચી સામે 10-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે અમને બ્રોન્ઝ મેડલ મેચ રમીને ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો હતો. હવે આ પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે 5 બ્રોન્ઝ મેડલ છે.
અમને 2008થી કુસ્તીમાં મેડલ જીતવાનું ચાલુ રાખ્યું છે. પેરિસમાં અમન પાસેથી મેડલની અપેક્ષા હતી અને તે અપેક્ષા પર ખરો ઉતર્યો. બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આખો દેશ અમનની જીતનો જશ્ન મનાવી રહ્યો છે.






