મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics / 'દરેક ખેલાડી ભારતીયોનું ગૌરવ...', પીએમ મોદીએ ભાગ લેનાર ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન

રમતગમતનો મહાકુંભ પેરિસ ઓલિમ્પિકનો શુભારંભ શુક્રવારે મોડી સાંજે એટલે કે 26 જુલાઈએ શરૂ થઈ ગયો

Paris Olympics / 'દરેક ખેલાડી ભારતીયોનું ગૌરવ...', પીએમ મોદીએ ભાગ લેનાર ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન

રમતગમતનો મહાકુંભ પેરિસ ઓલિમ્પિકનો શુભારંભ શુક્રવારે મોડી સાંજે એટલે કે 26 જુલાઈએ શરૂ થઈ ગયો છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં રંગારંગ પ્રારંભ થયો. આજે વિવિધ રમતોનો પ્રારંભ થઈ ગયો છે. દરમિયાન ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શન માટે દેશભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. વડાપ્રધાન મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. ગત રાત્રે જ પીએમ મોદીએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ ભારતીય દળનો જુસ્સો વધારતા પોતાના એક્સ હેન્ડલ પર ટ્વીટ કરતા લખ્યું કે, 'પેરિસ ઓલિમ્પિક શરૂ થવા પર ભારતીય ટીમને મારી શુભકામનાઓ. દરેક ખેલાડી ભારતનું ગૌરવ છે. તેઓ બધા ચમકે અને ખેલદિલીની સાચી ભાવનાને સાકાર કરે, અસાધારણ પ્રદર્શનથી આપણને પ્રેરિત કરે.

મનસુખ માંડવીયાએ અભિનંદન પાઠવ્યા હતા

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે રાત્રે ટ્વિટ કરીને ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું- 'સમય નજીક આવી રહ્યો છે! ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિકમાં વિશ્વ મંચ પર પોતાની તાકાત બતાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

પીવી સિંધુએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું 

પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ દરમિયાન ભારતીય ધ્વજધારકો પીવી સિંધુ અને અચંતા શરથ કમલે ભારતીય દળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સિંધુ અને શરથની આગેવાની હેઠળના ભારતીય ખેલાડીઓ બોટ પરેડ દરમિયાન સીન નદી પર હાજર દર્શકો અને અન્ય મહાનુભાવોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો