Paris Olympics 2024 / 25 મીટર રેપિડ ફાયર એર પિસ્તોલ ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ, વિજયવીર અને અનીસ પર દરેકની નજર
ભારતના શૂટરે પેરિસ ઓલિમ્પિકમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ભારતે જે ત્રણ મેડલ જીત્યા છે તે તમામ આ ઈ

ભારતના શૂટરે પેરિસ ઓલિમ્પિકમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ભારતે જે ત્રણ મેડલ જીત્યા છે તે તમામ આ ઈવેન્ટમાં આવ્યા છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી, તેણે સરબજોત સિંહ સાથે મળીને મિક્સ્ડ ટીમમાં દેશ માટે વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો. સ્વપ્નિલ કુસાલેએ પણ 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે અનિસ ભાનવાલા અને વિજયવીર સિદ્ધુએ મેન્સ 25 મીટર રેપિડ ફાયર એર પિસ્તોલ ક્વોલિફિકેશનમાં પ્રવેશ કર્યો છે.
મેન્સ 25 મીટર રેપિડ ફાયર એર પિસ્તોલ ક્વોલિફિકેશનમાં વિજયવીર સિદ્ધુની પ્રથમ રાઉન્ડની સ્પર્ધા પૂર્ણ થઈ ગઈ છે. વિજયવીર 293ના કુલ સ્કોર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. તેણે ત્રણ શ્રેણીમાં 98, 98 અને 97 પોઈન્ટ મેળવ્યા.
પેરિસ ઓલિમ્પિકના 9મા દિવસે ભારતને પણ મેડલની આશા છે. બેડમિન્ટનમાં લક્ષ્ય સેન તેની સેમીફાઈનલ મેચ રમશે. જ્યારે હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટન સામે રમશે. આ સિવાય વિમેન્સ સ્કીટ શુટિંગ ક્વોલિફિકેશનમાં રેઝા ધિલ્લોન અને મહેશ્વરી ચૌહાણ પોતાનો દાવો રજૂ કરશે.






