મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympic ભારતીય તીરંદાજી ટીમની સેમિફાઈનલમાં હાર, અંકિતા- ધીરજ બ્રોન્ઝ માટે રમશે

Paris 2024 Olympicsમાં ભારતીય ખેલાડીઓએ વધુ એક વખત પોતાનો દમ દેખાડ્યો છે. શૂટિંગ બાદ હવે

Olympic ભારતીય તીરંદાજી ટીમની સેમિફાઈનલમાં હાર, અંકિતા- ધીરજ  બ્રોન્ઝ માટે રમશે

Paris 2024 Olympicsમાં ભારતીય ખેલાડીઓએ વધુ એક વખત પોતાનો દમ દેખાડ્યો છે. શૂટિંગ બાદ હવે તિરંદાજીમાં પણ ભારતીય ખેલાડીઓ ઝળક્યા છે. પરંતુ તીરંદાજીની મિશ્ર ટીમ ઈવેન્ટમાં ભારત સેમીફાઈનલમાં કોરિયા સામે હારી ગયું છે. કોરિયાએ ભારતને 6-2થી હરાવ્યું હતું. હવે અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા બ્રોન્ઝ મેડલ મેચમાં ટકરાશે.

જણાવી દઈએ કે,અંકિતા ભકત અને ધીરજ બોમ્મદેવરાની મહેનત રંગ લાવતા તીરંદાજીમાં સેમી ફાઇનલમાં ભારત પહોંચ્યું છે. અંકિતા ભકત અને ધીરજ બોમ્મદેવરાનો વધુ એક જીત મળી છે. મિક્સ્ડ ટીમ ઈવેન્ટ તીરંદાજીમાં સેમી ફાઇનલમાં આ જોડી પહોંચી ગઈ છે.

ભારતીય તીરંદાજી ટીમ આજ સુધી ઓલિમ્પિકમાં એકપણ મેડલ જીતી શકી નથી, જ્યારે ભારત પ્રથમ વખત કોઈ તીરંદાજી ઈવેન્ટમાં સેમીફાઈનલમાં પહોંચ્યું છે. ભારતીય જોડી હવે તીરંદાજીમાં દેશના પ્રથમ ઓલિમ્પિક મેડલથી એક જીત દૂર છે. જો તીરંદાજી ટીમ સેમી ફાઈનલ મેચ જીતશે તો તેનો મેડલ નિશ્ચિત થઈ જશે. જો આમ થશે તો ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત ભારત તીરંદાજીમાં મેડલ જીતશે.

પેરિસ ઓલંપિકમાં અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરાએ સ્પેનના કેનાલ્સ એલિયા અને અચા ગોન્ઝાલેઝ પાબ્લોને 5-3થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારત માટે એક મેડલ નક્કી કર્યો છે. તેઓ સાંજે 7:01 વાગ્યે દક્ષિણ કોરિયા-ઈટલી મેચના વિજેતાઓ સામે ટકરાશે.

આ સમાચાર શેર કરો