મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ જોકોવિચને મળ્યો ગોલ્ડન સ્લેમ, જાણો શું છે આ ખાસ ટાઈટલ

નોવાક જોકોવિચે પેરિસ ઓલિમ્પિક 2024નો ગોલ્ડ મેડલ જીત્યો છે. સર્બિયાના નોવાક જોકોવિચે કારકિર્દીમાં પ

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ જોકોવિચને મળ્યો ગોલ્ડન સ્લેમ, જાણો શું છે આ ખાસ ટાઈટલ

નોવાક જોકોવિચે પેરિસ ઓલિમ્પિક 2024નો ગોલ્ડ મેડલ જીત્યો છે. સર્બિયાના નોવાક જોકોવિચે કારકિર્દીમાં પ્રથમ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકોવિચે ટેનિસ સિંગલ્સની ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. કાર્લોસ અલ્કારાઝે છેલ્લી બે વિમ્બલ્ડનની ફાઈનલમાં જોકોવિચને હરાવ્યો હતો, પરંતુ ઓલિમ્પિકમાં તેણે સ્કોર બરાબર કરી દીધો હતો. ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા બાદ 37 વર્ષના ખેલાડીએ પોતાના નામ સાથે એક ખાસ ટાઈટલ પણ જોડ્યું છે.

રોમાંચક ગેમમાં જીત હાંસલ કરી

વર્ષોથી પોતાના દેશ સર્બિયા માટે ઓલિમ્પિક ગોલ્ડ જીતવાનો પ્રયાસ કરી રહેલા જોકોવિચે ફાઈનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝને 7-6(3), 7-6(2)થી હરાવ્યો હતો. આ મેચ કેટલી કપરી હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કોઈ ખેલાડી સર્વિસ બ્રેક ન કરી શક્યા. બંને સેટ ટાઈબ્રેકમાં ગયા, જ્યાં નોવાક જોકોવિચ જીતવામાં સફળ રહ્યો. તમને જણાવી દઈએ કે, તેણે ચારેય ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે, પરંતુ ક્યારેય ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ન હતો જીત્યો. જોકે, આ વખતે તેણે આ સપનું પણ સાકાર કર્યું. 37 વર્ષીય નોવાક જોકોવિચ ઓપન એરામાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ પહેલા તેણે 2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ગોલ્ડન સ્લેમ પૂર્ણ કર્યો

નોવાક જોકોવિચે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાનો ગોલ્ડન સ્લેમ પુરો કર્યો. તે ગોલ્ડન સ્લેમ પુરો કરનાર વિશ્વનો 5મો ટેનિસ ખેલાડી બન્યો છે. તમને જણાવી દઈએ કે, ગોલ્ડન સ્લેમ એટલે ચારેય ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર ખેલાડી. એટલે કે જે ખેલાડી ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન, યુએસ ઓપનની સાથે ઓલિમ્પિક ચેમ્પિયન બન્યો હોય. આ પહેલા સ્ટેફી ગ્રાફ, આન્દ્રે અગાસી, રાફેલ નડાલ અને સેરેના વિલિયમ્સ ગોલ્ડન સ્લેમ પુરો કરી ચૂક્યા છે.

બંને ખેલાડીઓ વચ્ચેનો પ્રથમ સેટ 94 મિનિટ એટલે કે દોઢ કલાક ચાલ્યો હતો. બીજા સેટમાં પણ આવી જ સ્પર્ધા હતી અને આ સેટ પણ એક કલાક સુધી ચાલ્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ નોવાક જોકોવિચ કોર્ટ પર પડી ગયો અને નાના બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યો. આ પછી તે સીધો તેના પરિવાર અને કોચને મળ્યો, ત્યાં પણ તે રડતો જોવા મળ્યો. તેના હાથ પણ ધ્રૂજી રહ્યા હતા પણ આ ખુશી અને રાહતના આંસુ હતા.

આ સમાચાર શેર કરો