મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympic / વધુ એક મેડલનું સપનું તૂટ્યું, બોક્સિંગના ક્વાર્ટર ફાઈનલમાં લીડ લીધા બાદ પણ હારી ગયો નિશાંત દેવ

પેરિસ ઓલિમ્પિકમાં શનિવારનો દિવસ ભારત માટે સારો ન હતો. શૂટિંગમાં, મનુ ભાકર મેડલની હેટ્રિક ચુ

Paris Olympic / વધુ એક મેડલનું સપનું તૂટ્યું, બોક્સિંગના ક્વાર્ટર ફાઈનલમાં લીડ લીધા બાદ પણ હારી ગયો નિશાંત દેવ

પેરિસ ઓલિમ્પિકમાં શનિવારનો દિવસ ભારત માટે સારો ન હતો. શૂટિંગમાં, મનુ ભાકર મેડલની હેટ્રિક ચુકી ગઈ હતી, જ્યારે તીરંદાજીમાં, દીપિકા કુમારીએ ક્વાર્ટર ફાઈનલમાં મેડલ ગુમાવ્યું હતું. અંતે બોક્સિંગ તરફથી સમાચાર આવ્યા કે યુવા બોક્સર નિશાંત દેવને પણ હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને આ બોક્સર પાસેથી મેડલની આશા હતી. હાર બાદ નિશાંત પણ તક ગુમાવવાથી નિરાશ જોવા મળ્યો હતો.

ભારતીય બોક્સર નિશાંત દેવે ક્વાર્ટર ફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું છતાં તે સફળતા હાંસલ કરી શક્યો નહોતો. જેણે પણ આ મેચ જોયો તેને લાગ્યું કે નિશાંત દેવના પ્રયાસો એવા હતા કે તેણે મેચ જીતવી જોઈતી હતી. પ્રથમ બે મુકાબલામાં આગળ હોવા છતાં, ભારતીય બોક્સર નિશાંત દેવ મેન્સ 71 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં મેક્સિકોના માર્કો વર્ડે સામે હારીને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો હતો.

આ વેલ્ટરવેટ મેચમાં વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા નિશાંતે સારી શરૂઆત કરી હતી પરંતુ તેને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેડલ સુનિશ્ચિત કરવા માટે તેણે આ મેચ જીતવી જરૂરી હતી. હવે પેરિસ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં ભારતની મેડલની આશા માત્ર ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા લવલિના બોરગોહેનના રૂપમાં બચી છે, જે રવિવારે વિમેન્સ 75 કિગ્રા વર્ગમાં ચીનની લી કિયાન સામે રમશે.

આ સમાચાર શેર કરો