મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

આ કારણે ફાઈનલમાં વારંવાર ફાઉલ કરી રહ્યો હતો નીરજ ચોપરા, સિલ્વર જીત્યા બાદ કર્યો ખુલાસો

પેરિસ ઓલિમ્પિક 2024માં જેવલિન થ્રોમાં નીરજ ચોપરા પાસેથી દરેકને ગોલ્ડ મેડલની અપેક્ષ

આ કારણે ફાઈનલમાં વારંવાર ફાઉલ કરી રહ્યો હતો નીરજ ચોપરા, સિલ્વર જીત્યા બાદ કર્યો ખુલાસો

પેરિસ ઓલિમ્પિક 2024માં જેવલિન થ્રોમાં નીરજ ચોપરા પાસેથી દરેકને ગોલ્ડ મેડલની અપેક્ષા હતી, પરંતુ તે ફાઈનલમાં પોતાનું બેસ્ટ ન આપી શક્યો, કારણ કે 6 થ્રોમાંથી તેણે 5 ફાઉલ કર્યા. જોકે તેણે સિલ્વર મેડલ જીતીને ભારતને તેનો 5મો મેડલ અપાવ્યો હતો. મેચ પુરી થયા બાદ નીરજે જણાવ્યું કે શા માટે તે મેચ દરમિયાન ફોકસ કરી શક્યો ન હતો.

નીરજ ચોપરાએ કારણ જણાવ્યું

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. તે સતત 2 ગોલ્ડ જીતવાથી ચૂકી ગયો. આ પછી નીરજે પોતાના નિવેદનમાં કહ્યું, 'જ્યારે પણ હું થ્રો માટે દોડવાનું શરૂ કરું છું ત્યારે મારું 60થી 70 ટકા ધ્યાન ઈજા પર હોય છે. આજે મેડલ ઈવેન્ટમાં મારી રેસ સારી ન હતી અને સ્પીડ પણ થોડી ધીમી હતી. મેં જે પણ કર્યું છે તે આ સમસ્યા સાથે સંઘર્ષ કરતી વખતે કર્યું છે. મારી પાસે સર્જરી કરાવવાનો સમય નહોતો, તેથી જ હું મારી જાતને આગળ વધારી રહ્યો હતો."

અરશદના થ્રો પર નીરજે કહ્યું, "હું 2010થી અરશદ સામે રમી રહ્યો છું અને આજે હું પહેલીવાર હાર્યો છું. આ એક રમત છે અને આપણે તેને સ્વીકારવી જોઈએ. જ્યાં સુધી અમારા શરીરમાં તાકાત છે, ત્યાં સુધી અમે એશિયન વર્ચસ્વને જાળવી રાખવાનો પ્રયાસ કરીશું. મેં શીખ્યું છે કે તમારી માનસિકતા સૌથી મોટી વસ્તુ છે."

નીરજ ચોપરા લાંબા સમયથી ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. આ કારણોસર, તેણે ઘણી મોટી સ્પર્ધાઓમાં ભાગ લીધો ન હતો અને પોતાને ઓલિમ્પિક માટે તૈયાર કર્યો હતો.

5 ફાઉલ પછી પણ સિલ્વર જીત્યો

પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઈનલની વાત કરીએ તો નીરજ ચોપરાએ 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ, જો આપણે ફાઈનલમાં નીરજની રમત વિશે વાત કરીએ, તો તે સંતુલિત જણાતો ન હતો. તેણે 6 થ્રો કર્યા, જેમાંથી તેણે 5 વખત ફાઉલ કર્યા હતા. તેનો બીજો થ્રો જ લીગલ હતો, જેમાં તેણે 89.45 મીટરની રેન્જ કવર કરી અને તે મેડલનો દાવેદાર બન્યો હતો.

તમને જણાવી દઈએ કે, ફાઈનલમાં પાકિસ્તાનના નદીમ અરશદે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો. નદીમ પણ પોતાનો પહેલો થ્રો યોગ્ય રીતે કરી શક્યો ન હતો, પરંતુ પછી તેણે કમબેક કર્યું અને બીજા થ્રો સાથે તેણે ઓલિમ્પિકમાં સૌથી દૂર થ્રો કરવનો રેકોર્ડ બનાવ્યો.

આ સમાચાર શેર કરો