Paris Olympics 2024 / પેરિસ પહોંચી મીરાબાઈ ચાનુ, આ વખતે દેશને છે ગોલ્ડ મેડલની આશા!
પેરિસ ઓલિમ્પિક સમાપ્ત થવામાં હવે માત્ર પાંચ દિવસ બાકી છે. આજે 10મા દિવસે 15 ભારતીય એથ્લેટ ઓલિમ્પ

પેરિસ ઓલિમ્પિક સમાપ્ત થવામાં હવે માત્ર પાંચ દિવસ બાકી છે. આજે 10મા દિવસે 15 ભારતીય એથ્લેટ ઓલિમ્પિકમાં પોતાની તાકાત બતાવવા મેદાનમાં ઉતરશે. જેમાંથી આજે બે મેડલ અપેક્ષિત છે. બેડમિન્ટનમાં પ્રથમ અને શૂટિંગમાં બીજો. બીજી તરફ, વેઈટલિફ્ટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી સ્ટાર એથ્લેટ મીરાબાઈ ચાનુ પાસેથી ગોલ્ડની અપેક્ષા છે. તે ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પેરિસમાં પહોંચી ગઈ છે.
મીરાબાઈ ચાનુ ગેમ્સ વિલેજ પહોંચી
ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ આખરે પેરિસ પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફ્રાન્સમાં ટ્રેનીંગ કરી રહેલી ચાનુ હવે ઓલિમ્પિકના ગેમ્સ વિલેજ પહોંચી ગઈ છે. ચાનુ પાસેથી પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતવાની આશા છે. તે 7 ઓગસ્ટે મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં ભાગ લેશે.
ચાનુની ઓલિમ્પિક સફર
મીરાબાઈ ચાનુએ 2016 માં ઓલિમ્પિક ડેબ્યુ કર્યું હતું, જ્યાં તે ક્લીન અને જર્ક કેટેગરીમાં ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળ રહી હોવાથી તે iવેન્ટ પૂર્ણ કરી શકી ન હતી. જોકે, તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતીને શાનદાર વાપસી કરી હતી.
મીરાબાઈ ચાનુને છેલ્લા કેટલાક વર્ષોમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ઘણી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકી ન હતી. આમ છતાં તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ મેડલ જીત્યા જેમાંથી બે બ્રોન્ઝ હતા. વર્ષ 2022માં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઈજાના કારણે તે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં પણ રમી ના હતી શકી.






