Paris Olympic / હોકી સેમીફાઈનલમાં પહોંચ્યું ભારત, ગ્રેટ બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું
ભારતીય હોકી ટીમે ક્વાર્ટર ફાઈનલમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે ગ્રેટ બ્રિટનને હરાવીને સે

ભારતીય હોકી ટીમે ક્વાર્ટર ફાઈનલમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે ગ્રેટ બ્રિટનને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ 1-1થી ડ્રો પર પહોંચી હતી. આ પછી ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવીને હોકીની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ મેડલથી એક જીત દૂર છે.
ભારત તરફથી હરમનપ્રીત સિંહ, સુખજીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય અને રાજ કુમાર પાલે એક-એક ગોલ કર્યા હતા.
ટીમ ઈન્ડિયા માત્ર 10 ખેલાડીઓ સાથે રમી હતી
આ મહત્ત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમને બીજા ક્વાર્ટરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું, જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય હોકી ટીમે આખી મેચ માત્ર 10 ખેલાડીઓ સાથે રમવી પડી હતી. પરંતુ આ પછી પણ ભારતીય હોકી ટીમે સારો બચાવ કર્યો હતો.
પેરિસમાં મેન્સ હોકી ટીમનું પ્રદર્શન
ભારતની મેન્સ હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલ મેચ રમી રહી છે. અહીં પહોંચતા પહેલા તેણે ન્યુઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. આર્જેન્ટિના સાથેની મેચ 1-1થી ડ્રો થઈ હતી. આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. બેલ્જિયમ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં 3-2થી પરાજય થયો હતો.






