મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

શું છે મનુ ભાકરની ગરદન પાછળના ટેટૂનું રહસ્ય? જેણે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની આપી પ્રેરણા

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીતનાર મનુ ભાકરની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. 28 જુલાઈએ તેણે 1

શું છે મનુ ભાકરની ગરદન પાછળના ટેટૂનું રહસ્ય? જેણે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની આપી પ્રેરણા

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીતનાર મનુ ભાકરની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. 28 જુલાઈએ તેણે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનારી તે દેશની પ્રથમ મહિલા બની હતી. જીત બાદ મનુ ભાકરે પોતે કહ્યું હતું કે, તે ભગવદ ગીતાથી ખૂબ જ પ્રેરિત હતી અને તેની મદદથી તે ભારત માટે પહેલો મેડલ જીતવામાં સફળ રહી હતી, પરંતુ શું તમે જાણો છો કે આ ઐતિહાસિક સફળતામાં એક ટેટૂએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હા, મનુએ પોતાના શરીર પર એક ટેટૂ કરાવ્યું છે, જેનાથી તેને ઓલિમ્પિકમાં મેડલ જીતવાની પ્રેરણા મળી છે.

આ ટેટૂ શું છે અને તે શા માટે કરાવ્યું હતું?

મનુ ભાકરે તેની ગરદનની પાછળ એક ટેટૂ કરાવ્યું છે. આ ટેટૂ 'Still I Rise'નું છે, જે તેણે પોતાને પ્રોત્સાહિત કરવા માટે કરાવ્યું હતું. યોજાયેલા ટોક્યો ઓલિમ્પિક 2020માં તેનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું અને તેથી તે કોઈ મેડલ જીતી શકી ન હતી. તે પછી જ તેણે આ ટેટૂ કરાવ્યું, જેથી તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા હંમેશા મળતી રહે.

આ અમેરિકન કવિ પાસેથી પ્રેરણા મળી

તેણે 'સ્ટિલ આઇ રાઇઝ'નું આ ટેટૂ એક પ્રખ્યાત કવયિત્રીની કવિતાથી પ્રેરિત થઈને કરાવ્યું હતું. આ કવયિત્રીનું નામ માયા એન્જેલો છે, જે એક પ્રખ્યાત અમેરિકન લેખિકા, ગાયક અને સામાજિક કાર્યકર હતી. તેણે 'સ્ટિલ આઇ રાઇઝ' નામની કવિતા લખી હતી, જે વર્ષ 1978માં પ્રકાશિત થઈ હતી. જે લોકો મુશ્કેલીઓથી ઘેરાયેલા છે અને તેમના મનમાં નિરાશા સિવાય બીજું કંઈ નથી, આ કવિતા તેમને મુશ્કેલીઓને દૂર કરીને ફરીથી ઉભા થવાની પ્રેરણા આપે છે. આ કવિતાએ મનુ ભાકરને ટોક્યો ઓલિમ્પિકમાં હાર્યા બાદ પ્રેરણા પણ આપી છે.

‘સ્ટીલ આઈ રાઈઝ’ આગળ વધતા રહેવાની પ્રેરણા

મનુ ભાકરે આ ટેટૂ વિશે વાત કરતા કહ્યું કે, "ટોક્યો ભૂતકાળ છે. ‘સ્ટીલ આઈ રાઈઝ’ મારા માટે આગળ વધતા રહેવાની પ્રેરણા છે. તેણે આ ટેટૂ ખાનગી રાખવું હતું, તેથી જ તેણે તેને તેની ગરદનની પાછળ કરાવ્યું."

આ સમાચાર શેર કરો