મનુ પાસે વધુ એક મેડલ જીતવાની તક, 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં સરબજોત સાથે બ્રોન્ઝ માટે રમશે
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ જીતાડનાર મનુ ભાકર પાસે વધુ એક મેડલ જીતવાન

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ જીતાડનાર મનુ ભાકર પાસે વધુ એક મેડલ જીતવાની તક છે. તે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ મેડલના મેચ માટે ક્વોલિફાઈ થઈ છે.
મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીનો કમાલ
મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમની ક્વોલિફિકેશન મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ત્રીજા ક્રમે રહ્યા હતા. તેની પાસે હવે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. જ્યારે, અર્જુન ચીમા અને રિધમ સાંગવાન 10મા સ્થાને રહીને મેડલની રેસમાંથી બહાર થઈ ગયા હતા. મનુ-સરબજોત 30 જુલાઈએ બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયન ખેલાડીઓ સામે ટકરાશે.




