પેરિસ ઓલમ્પિકમાં ભારતે જીત્યો પ્રથમ મેડલ, મનુ ભાકરને શૂટિંગમાં મળ્યો બ્રોન્ઝ
પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે ખૂબ જ સારા સંચાર આવ્યા છે. ઓલિમ્પિક 2024ના બીજા દિવસે ભારતને પહે

પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે ખૂબ જ સારા સંચાર આવ્યા છે. ઓલિમ્પિક 2024ના બીજા દિવસે ભારતને પહેલો મેડલા મળી ગયો છે. 10 મીટર પિસ્તોલ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન સાથે મનુ ભાકારે બ્રોન્ઝ જીત્યો છે.
મનુ ભાકરે રચ્યો ઈતિહાસ
ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુ ભાકરે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ જીત્યો છે. મનુ ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા શૂટર છે.
20 વર્ષ બાદ ઓલિમ્પિકની વ્યક્તિગત શૂટિંગ ઈવેન્ટમાં કોઈ ભારતીય મહિલા શૂટર ફાઈનલમાં પહોંચી હતી. અને એટલું જ નહીં તેણે મેડલ પણ જીત્યો હતો. અગાઉ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં સુમા શીરૂરે ફાઈનલ સુધીની સફર ખેડી હતી. મનુ ભાકરે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો.
ફાઈનલમાં મનુ નું પ્રદર્શન
- પ્રથમ 5 શોટની સિરીઝ: 10.6, 10.2, 9.5, 10.5, 9.6, કુલ 50.4
- બીજી 5 શોટની સિરીઝ: 10.1, 10.3, 9.6, 9.6, 10.3, કુલ: 49.9
- બાકીના શોટ્સ: 10.5, 10.4, 9.8, 9.8, 9.9, 10.2, 10.1, 10.2, 10.1, 10.0, 10.1,10.3
https://twitter.com/India_AllSports/status/1817507072743035141
મેડલ જીત્યા બાદ મનુએ શું કહ્યું?
મનુ ભાકરે મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે, "બહારની વસ્તુઓ તમે કંટ્રોલ નથી કરી શકતા. હું ભગવદ્ ગીતામાંથી આ શીખી છું. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તમે તમારા કર્મ પર ધ્યાન આપો અને ફળ પર ધ્યાન ન આપો. મેં એને જ અનુસરવાનો પ્રયાસ કર્યો છે."
મનુનો ક્વોલિફિકેશન રાઉન્ડ આવો રહ્યો
મનુ ભાકર કુલ 580 પોઈન્ટ સાથે 60 શોટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ત્રીજા ક્રમે રહી હતી. ભાકરે પ્રથમ સિરીઝમાં 97, બીજીમાં 97, ત્રીજીમાં 98, ચોથીમાં 96, પાંચમી શ્રેણીમાં 96 અને છઠ્ઠી શ્રેણીમાં 96 પોઈન્ટ મેળવ્યા હતા. રિધમ સાંગવાન પણ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભાગ લઈ રહી હતી, પરંતુ તેને નિરાશા મળી હતી. રિધમ 573 પોઈન્ટ સાથે 15મા સ્થાને હતી.
ભારતીય શૂટર મનુ ભાકર પેરિસ 2024માં તેની બીજી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહી છે. તેણે ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ડેબ્યુ કર્યું હતું, પરંતુ 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફિકેશન દરમિયાન તેની પિસ્તોલ બગડવાને કારણે તે મેડલથી વંચિત રહી ગઈ હતી. તે મિશ્ર ટીમ 10 મીટર પિસ્તોલ અને 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં પણ મેડલ ચૂકી ગઈ હતી.








