પેરિસ ઓલિમ્પિકમાં મનિકા બત્રાએ રચ્યો ઈતિહાસ! રાઉન્ડ ઓફ 16માં પહોંચીને બનાવ્યો રેકોર્ડ
ભારતીય પેડલર મનિકા બત્રાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ટેબલ ટેનિસમાં ઈતિહાસ રચ્યો છે. રાઉન્ડ ઓફ 32માં મનિકા બત્રાનો

ભારતીય પેડલર મનિકા બત્રાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ટેબલ ટેનિસમાં ઈતિહાસ રચ્યો છે. રાઉન્ડ ઓફ 32માં મનિકા બત્રાનો સામનો ફ્રેન્ચ પેડલર પૃથિકા પાવાડે સામે થયો હતો. મનિકાએ પૃથિકાને ક્લીન સ્વીપ આપી છે. જે બાદ તેણે રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. ઓલિમ્પિકમાં રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવનારી મનિકા બત્રા પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે. આ જીતમાં એક ખાસ વાત એ હતી કે મનિકા બત્રા વર્લ્ડ રેન્કિંગમાં 28મા સ્થાને છે અને પૃથિકા રેન્કિંગમાં તેના કરતાં દસ સ્થાન ઉપર એટલે કે 18મા સ્થાને છે.
મનિકા બત્રાએ પૃથિકા પાવાડેને ક્લીન સ્વીપ કરી
પ્રથમ ગેમમાં મનિકા બત્રા બે પોઈન્ટથી પાછળ હતી, પરંતુ તેણે ધીરજ અને કૌશલ્ય સાથે 11-9થી જીત મેળવી હતી. બીજી ગેમમાં ભારતીય ખેલાડીએ શરૂઆતથી જ પ્રેશર બનાવ્યું અને પાંચ પોઈન્ટની આરામદાયક લીડ સાથે 11-6થી જીત મેળવી. ત્રીજી ગેમમાં પૃથિકાએ થોડી લડાઈ બતાવી હતી, પરંતુ મનિકાએ 11-9થી આ ગેમ પણ જીતી લીધી હતી. મનિકાએ ચોથી ગેમમાં વર્ચસ્વ જાળવી રાખ્યું અને 11-7થી મેચ જીતી લીધી.
મનિકા બત્રાએ શરત કમલનો રેકોર્ડ તોડ્યો
આ પહેલા, કોઈપણ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં રાઉન્ડ ઓફ 32થી આગળ વધી શક્યા ન હતા. મનિકાએ આ રેકોર્ડ તોડ્યો હતો. શરત કમલ ટોક્યો ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ્સમાં રાઉન્ડ ઓફ 32માં પહોંચ્યો હતો.
મનિકાએ રાઉન્ડ ઓફ 64માં અન્ના હર્સેને હરાવી હતી
રાઉન્ડ ઓફ 64ની મેચમાં મનિકા બત્રાએ ગ્રેટ બ્રિટનની અન્ના હર્સેને પરાજય આપ્યો હતો. આ મેચમાં મનિકાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 11-8, 12-10, 11-9, 9-11, 11-5ના સ્કોર સાથે જીત મેળવી હતી અને રાઉન્ડ ઓફ 32માં જગ્યા બનાવી હતી.






