મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics 2024: બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગે પ્રથમ મેચ જીતી,લક્ષ્ય સેનનું પણ શાનદાર પ્રદર્શન

Paris Olympics 2024: પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાંભારતની મનુ ભાકર 10 મીટર મહિલા એર પિસ્તોલ ઈવેન્ટની ફાઈનલમાં

Paris Olympics 2024: બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગે પ્રથમ મેચ જીતી,લક્ષ્ય સેનનું પણ શાનદાર પ્રદર્શન

Paris Olympics 2024: પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાંભારતની મનુ ભાકર 10 મીટર મહિલા એર પિસ્તોલ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ત્યારે બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગે પ્રથમ ગેમ જીતી છે. આ સિવાય લક્ષ્ય સેને બેડમિન્ટન સિંગલ્સમાં તેની પ્રથમ મેચ જીતી છે.

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બેડમિન્ટન મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. સાત્વિક-ચિરાગે ગ્રૂપ સીમાં પોતાની પ્રથમ મેચમાં ફ્રાન્સના લુકાસ કોર્વેટ અને રોનન લેબરને 21-17, 21-14થી હરાવ્યા હતા.

લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં પોતાની પ્રથમ મેચ જીતી

બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં પોતાની પ્રથમ ગ્રુપ મેચ જીતી લીધી છે. લક્ષ્ય સેને આર્જેન્ટિનાના કેવિન કોર્ડનને 21-8, 22-20થી હરાવ્યો હતો. લક્ષ્ય ગ્રૂપ-એલની તેની આગામી મેચમાં બેલ્જિયમના જુલિયન કારાગી સામે ટકરાશે.

આ સમાચાર શેર કરો