મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympic 2024 / ફાઈનલમાં પહોંચવા માટે તૈયાર છે લક્ષ્ય સેન, જાણો ક્યારે અને કોની સામે રમશે સેમીફાઈનલ

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં તમામ મેડલ શૂટિંગ ઈવેન્ટ્સમાં જીત્યા છે, ત

Olympic 2024 / ફાઈનલમાં પહોંચવા માટે તૈયાર છે લક્ષ્ય સેન, જાણો ક્યારે અને કોની સામે રમશે સેમીફાઈનલ

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં તમામ મેડલ શૂટિંગ ઈવેન્ટ્સમાં જીત્યા છે, ત્યારે બેડમિન્ટનમાં પણ મેડલ જીતવાની આશા છે. મેન્સ સિંગલ્સમાં ભાગ લઈ રહેલા 22 વર્ષીય ભારતીય ખેલાડી લક્ષ્ય સેનની ગ્રુપ સ્ટેજથી લઈને ક્વાર્ટર ફાઈનલ સુધીની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે, જેમાં તેણે આ ઈવેન્ટની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જો કે લક્ષ્ય માટે આ મેચ બિલકુલ આસાન નથી તેમાં તેનો મુકાબલો ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ડેનિશ ખેલાડી વિક્ટર એક્સેલસન સામે થશે. 2 ઓગસ્ટના રોજ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ચાઉ તિયાન ચેન સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ લક્ષ્યે બીજા બે સેટમાં શાનદાર વાપસી કરી અને મેચ જીતી લીધી હતી.

4 ઓગસ્ટે રમશે સેમીફાઈનલ

લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ બેડમિન્ટન સિંગલ્સમાં 4 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે તેની સેમીફાઈનલ મેચ રમશે. તેનો મુકાબલો બેડમિન્ટનની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક વિક્ટર એક્સેલસન સાથે થશે, જેણે આ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલ સુધીની તમામ મેચો માત્ર 2 સેટમાં પૂરી કરી છે. વિક્ટર એક્સેલસેને ટોક્યોમાં રમાયેલી છેલ્લી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

લક્ષ્ય અત્યાર સુધી વિક્ટર સામે 8 મેચ રમી ચૂક્યો છે

જો આપણે વિક્ટર એક્સેલસન સામે લક્ષ્ય સેનના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો તે ખાસ નથી, વિક્ટર સામે લક્ષ્યએ અત્યાર સુધી 8 મેચ રમી છે. તેમાંથી લક્ષ્ય માત્ર એક જ વાર વિક્ટર એક્સેલસનને હરાવવામાં સફળ રહ્યો છે, વર્ષ 2022માં જર્મન ઓપનમાં લક્ષ્યએ વિક્ટરને 21-13, 12-21 અને 22-20થી હરાવ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે છેલ્લો મુકાબલો આ વર્ષે મે મહિનામાં સિંગાપોર બેડમિન્ટન ઓપનમાં થયો હતો, જેમાં વિક્ટરે લક્ષ્યને 21-13, 16-21 અને 21-13થી હરાવ્યો હતો.

આ સમાચાર શેર કરો