મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો, મેચ જીત્યા બાદ ન કરી ઉજવણી, આવું છે કારણ

લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોતાના જ સાથી ખેલાડી એચએસ પ્રણયને હરાવી

બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો, મેચ જીત્યા બાદ ન કરી ઉજવણી, આવું છે કારણ

લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોતાના જ સાથી ખેલાડી એચએસ પ્રણયને હરાવીને જગ્યા બનાવી લીધી છે. ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં એસએસ પ્રણયને 21-12, 21-6થી હરાવ્યો હતો. પોતાના જ દેશના ખેલાડી સાથે સ્પર્ધા હોય ત્યારે જીતની ઉજવણી કેવી રીતે કરવી? લક્ષ્ય સેને પણ જીતની ઉજવણી કરી ન હતી. તેણે ખાલી પોતાનું રેકેટ ઊંચું કર્યું અને પ્રેક્ષકોને અભિવાદન કરવા માથું નમાવ્યું. પ્રણય સાથે હાથ મિલાવ્યા, તેને ગળે લગાડીને કોર્ટની બહાર નીકળી ગગયો. આ મેચ પહેલા, બેડમિન્ટન તરફથી નિરાશાજનક સમાચાર આવ્યા હતા કે ભારતની સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં હારી ગઈ છે.

લક્ષ્ય સેન vs એચએસ પ્રણય એક એવી મેચ હતી, જેમાં ભારતીય રમતપ્રેમીઓ કોઈ એકની તરફેણમાં કેવી રીતે હોઈ શકે. તેથી, બંને ખેલાડીઓના સારા શોટ માટે તાળીઓનો ગડગડાટ થયો હતો. લક્ષ્ય સેન અને એચએસ પ્રણય વચ્ચેની મેચ જોવા ભારતીય કોચ આવ્યા ન હતા. બેડમિન્ટન કોર્ટની બાજુમાં કોચ માટે અનામત જગ્યા ખાલી રહી હતી. કારણ પણ સમજી શકાય છે. જ્યારે આપણા જ બે ખેલાડીઓ આમને-સામને હોય ત્યારે કોને સલાહ આપવી કે કોના માટે વ્યૂહરચના બનાવવી.

ઓલિમ્પિકમાં પ્રથમ વખત બે ભારતીય શટલર સામસામે આવ્યા

ઓલિમ્પિક ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું જ્યારે ભારતીય ખેલાડીઓ બેડમિન્ટનમાં સામસામે આવ્યા. 22 વર્ષના લક્ષ્ય સેને વર્લ્ડ નંબર-3 ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. એચએસ પ્રણોયે વિયેતનામના શટલર ડ્યુક ફટ લીને હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

લક્ષ્ય સેન શરૂઆતથી જ લીડમાં હતો

લક્ષ્ય સેને શરૂઆતથી જ લીડ મેળવી હતી. તેણે પ્રથમ 6 પોઈન્ટમાંથી 5 જીત્યા. આ રીતે તે 5-1થી આગળ હતો. આ પછી એચએસ પ્રણોયે 2 પોઈન્ટ જીત્યા અને તફાવત ઘટાડીને 2 કરી દીધો. બંને ખેલાડીઓ દેશબંધુ હોવા છતાં સ્પર્ધા ઉગ્ર હતી. દરેક પોઈન્ટ માટે લડાઈ હતી. લક્ષ્ય 7-4થી આગળ હતો ત્યારે પ્રણોયનો શોટ આઉટ જાહેર થયો હતો. એચએસ પ્રણોયે આ નિર્ણયને પડકારવામાં વિલંબ કર્યો ન હતો. તેણે સમીક્ષા માટે અપીલ કરી અને સ્કોર તેની તરફેણમાં આવ્યો.

બીજી ગેમમાં એકતરફી જીતી 

આ બેડમિન્ટન મેચ ઝડપથી આગળ વધી. લક્ષ્ય તેની લીડ મજબૂત કરતો રહ્યો. 14-7 અને 18-9ની લીડ લીધા બાદ તેણે પ્રથમ ગેમ 21-12થી જીતી લીધી હતી. પ્રથમ ગેમની જેમ બીજી ગેમમાં પણ લક્ષ્ય સેને પોતાના સિનિયરને પછાડ્યો હતો. તેણે એચએસ પ્રણોય પર 6-1ની લીડ મેળવી હતી. થોડી જ વારમાં તે 10-3થી આગળ હતો. થોડી જ વારમાં તેણે બીજી ગેમ પણ 21-6થી જીતી લીધી. એચએસ પ્રણોય આ મેચમાં કોઈ ફોર્મમાં જોવા મળ્યો નહોતો. મોટી રેલીઓમાં પ્રતિસ્પર્ધીને ફસાવી દેવાની તેની ખાસિયત છે, પરંતુ તે લક્ષ્ય સામે આવું ન કરી શક્યો.

આ સમાચાર શેર કરો