Paris Olympic 2024 / પીવી સિંધુ બાદ લક્ષ્ય સેનનું પણ શાનદાર પ્રદર્શન, પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં મેળવ્યું સ્થાન
પેરિસ ઓલિમ્પિક 2024માં આજે ભારત માટે ખૂબ જ સારી શરૂઆત થઈ હતી, જેમાં સ્ટાર ટેનિસ ખ

પેરિસ ઓલિમ્પિક 2024માં આજે ભારત માટે ખૂબ જ સારી શરૂઆત થઈ હતી, જેમાં સ્ટાર ટેનિસ ખેલાડી પીવી સિંધુએ તેની બીજી ગ્રુપ મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટા કુબાને 2 સેટમાં હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. અત્યાર સુધી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની બંને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે એકતરફી મેચ જીતી છે. સિંધુએ આ મેચ પણ 34 મિનિટમાં ખતમ કરી દીધી હતી. બીજી તરફ લક્ષ્ય સેને પણ મેન્સ બેડમિન્ટન સિંગલ્સના ગ્રુપ સ્ટેજની મેચમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને 2 સેટમાં હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
લક્ષ્ય સેને શાનદાર જીત નોંધાવી
ભારતીય મેન્સ બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનના મેન્સ સિંગલ રાઉન્ડમાં પોતાના ગ્રુપ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ઈન્ડોનેશિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડી જોનાથન ક્રિસ્ટીને સતત 2 સેટમાં હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. લક્ષ્ય, જે પ્રથમ સેટની શરૂઆતમાં થોડો પાછળ હતો, તેણે પાછળથી કમબેક કરીને તેને 21-18થી જીતી લીધો. બીજા સેટમાં લક્ષ્યે જોનાથનને કોઈ વાપસી કરવાની કોઈ તક આપી ન હતી અને તેને 21-12થી જીતીને પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.




