મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympic 2024 / મેડલ ચુકવા પર લક્ષ્ય સેને વ્યક્ત કરી નિરાશા, કહ્યું- 'મારા માટે તેનો જવાબ શોધવો...'

લક્ષ્ય સેનની હાર સાથે બેડમિન્ટનમાં ભારતની મેડલની એકમાત્ર આશા સમાપ્ત થઈ ગઈ. સોમવારે મલેશિયાના

Paris Olympic 2024 / મેડલ ચુકવા પર લક્ષ્ય સેને વ્યક્ત કરી નિરાશા, કહ્યું- 'મારા માટે તેનો જવાબ શોધવો...'

લક્ષ્ય સેનની હાર સાથે બેડમિન્ટનમાં ભારતની મેડલની એકમાત્ર આશા સમાપ્ત થઈ ગઈ. સોમવારે મલેશિયાના લી ઝી જિયાએ ભારતીય સ્ટારને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેચમાં હાર બાદ લક્ષ્યે નિરાશા વ્યક્ત કરી હતી.

ભારતીય શટલરે પ્રથમ ગેમ 21-13થી જીતી હતી. આ પછી બીજી ગેમમાં એક તબક્કે લક્ષ્યે 8-2ની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, આ પછી મલેશિયાના ખેલાડીએ જોરદાર વાપસી કરી અને 11-8થી આગળ રહ્યા બાદ બીજી ગેમ 21-16થી જીતી લીધી. આ પછી લી જિયાએ ત્રીજી અને નિર્ણાયક ગેમમાં સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું અને 21-11થી જીત મેળવી. મેચની સાથે તેણે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.

મેચ બાદ લક્ષ્ય સેને કહ્યું કે, મલેશિયાના ખેલાડીના શોટ્સનો જવાબ આપવો તેના માટે મુશ્કેલ હતો. તેણે કહ્યું, "મેં આ મેચની શરૂઆત ખરેખર સારી કરી હતી. પરંતુ હું લીડ જાળવી શક્યો ન હતો અને પછી જ્યારે તેણે સારું રમવાનું શરૂ કર્યું ત્યારે મારા માટે રેલીઓના જવાબો શોધવા મુશ્કેલ બની ગયા. એકંદરે, હું પરિણામોથી થોડો નિરાશ થયો." 

આ સતત બીજી મેચ હતી જેમાં લક્ષ્ય વધુ સારી સ્થિતિમાં હોવા છતાં મેચ હારી ગયો હતો. રવિવારે પણ લક્ષ્યે પ્રથમ ગેમમાં ત્રણ ગેમ પોઈન્ટ ગુમાવ્યા હતા અને પછી બીજી ગેમમાં વિક્ટર એક્સેલસન સામે 7-0ની લીડ મેળવ્યા બાદ પણ મેચ હારી ગયો હતો. તે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મેન્સ બેડમિન્ટન ખેલાડી બનવા માટેનો દાવેદાર હતો. આ બે હાર તેને લાંબા સમય સુધી પરેશાન કરશે.

તેણે કહ્યું, "મને ખરેખર ખબર નથી કે બંને મેચની તુલના કેવી રીતે કરવી. બંને મેચ ખરેખર મહત્ત્વપૂર્ણ હતી. આવા સમયે તમારે માનસિક રીતે ખૂબ જ મજબૂત બનવું પડે છે."

આ સમાચાર શેર કરો