'નિયમ તો નિયમ છે, હવે કંઇ ના થઇ શકે', વિનેશ ફોગાટના બહાર થવા પર UWWના અધ્યક્ષનું નિવેદન
પેરિસ ઓલમ્પિકમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મહિલા

પેરિસ ઓલમ્પિકમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મહિલા પહેલવાન ઓલમ્પિકની ફાઇનલમાં પહોંચી હતી. ગોલ્ડ મેડલ એક પગલુ દૂર હતુ પરંતુ 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન તૂટી ગયું. ઓલમ્પિક સંઘે રેસલર વિનેશ ફોગાટને 50 કિલો વર્ગમાં મહિલા કુશ્તીની ફાઇનલ મેચ રમવા માટે અયોગ્ય જાહેર કરી દીધી.
આ વચ્ચે આંતરરાષ્ટ્રીય કુશ્તી મહાસંઘ (UWW)ના અધ્યક્ષ નેનાદ લાલોવિચનું નિવેદન સામે આવ્યું છે. UWWના અધ્યક્ષે કહ્યું કે, હવે કંઇ કરી શકાય તેમ નથી. આપણે નિયમનું સમ્માન કરવું પડશે. મને ઘણુ દુ:ખ છે અને તેમની સાથે જે થયું, તેમનું વજન થોડુ વધારે હતું પરંતુ નિયમ તો નિયમ છે અને રીત સાર્વજનિક છે. લોકો જે રીતે નિયમથી અલગ વાત કરી રહ્યાં છે આવું શક્ય નથી. જે રમતમાં ભાગ લેવા આવે છે તેમને નિયમની જાણકારી હોય છે. હવે તેમની પાસે આગળ વધવાની તક છે. મને લાગતું નથી કે આ વખતે હવે કંઇ થઇ શકે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પીટી ઉષાએ શું કહ્યું?
ભારતીય રેસલર વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા કુસ્તીના 50 કિગ્રા વર્ગમાંથી ડિસક્વોલિફાય કરવા પર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પીટી ઉષાએ પણ નિવેદન આપ્યુ છે.પીટી ઉષાએ કહ્યું, "વિનેશ ફોગાટનું ડિસક્વોલિફિકેશન અત્યંત આઘાતજનક છે. હું થોડા સમય પહેલા ઓલિમ્પિક વિલેજ પોલીક્લીનિકમાં વિનેશને મળી અને તેને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, ભારત સરકાર અને સમગ્ર દેશની સંપૂર્ણ સહાયતાની ખાતરી આપી. અમે વિનેશને તમામ તબીબી અને ભાવનાત્મક સહયોગ આપી રહ્યા છીએ."








