મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympic / હોકીની ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટન સાથે થશે ભારતની ટક્કર, જાણો ક્યારે રમાશે મેચ

હરમનપ્રીત સિંહની કેપ્ટન્સીમાં ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ના ગ્રુપ સ્ટેજમા

Paris Olympic / હોકીની ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટન સાથે થશે ભારતની ટક્કર, જાણો ક્યારે રમાશે મેચ

હરમનપ્રીત સિંહની કેપ્ટન્સીમાં ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ના ગ્રુપ સ્ટેજમાં અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, જેમાં તે 5માંથી માત્ર એક જ મેચ હારી છે અને ક્વાર્ટર ફાઈનલમાં ધમાકેદાર રીતે પ્રવેશ કરી શકી છે. ભારતીય હોકી ટીમ હવે ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટનની ટીમ સામે ટકરાશે. ભારતીય હોકી ટીમને પેરિસ ઓલિમ્પિકના ગ્રૂપ સ્ટેજમાં બે મજબૂત ટીમો, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમનો સામનો કરવાનો મોકો મળ્યો, જેમાં તે બેલ્જિયમ સામે 2-1થી હારી ગઈ અને ઓસ્ટ્રેલિયા સામે 3-2થી ઐતિહાસિક જીત મેળવી હતી.

છેલ્લી વખત ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટનનો પરાજય થયો હતો

ભારતીય હોકી ટીમ 4 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટનની ટીમ સામે ટકરાશે. ટોક્યો ઓલિમ્પિકમાં પણ બંને ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ હતી અને તેમાં ભારતીય હોકી ટીમ 3-1થી જીતી હતી. આ વખતે પણ ભારતીય ટીમના ફોર્મને જોતા તેમની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા છે. જો આપણે પેરિસ ઓલિમ્પિકમાં પૂલ મેચોમાં ગ્રેટ બ્રિટનની ટીમના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 5માંથી 2 મેચ જીતી, બે મેચ ડ્રોમાં થઈ અને એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય ટીમ છેલ્લી 3 મેચમાં એક પણ મેચ હારી નથી

જો આપણે ગ્રેટ બ્રિટન સામે હોકીમાં છેલ્લી ત્રણ મેચોમાં ભારતના રેકોર્ડ પર નજર કરીએ તો, તેણે એક પણ મેચમાં હારનો સામનો નથી કર્યો. ભારતીય ટીમે એક મેચ જીતી છે, જ્યારે બે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભારત માટે સૌથી વધુ ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા છે, તેણે કુલ 6 વખત બોલને ગોલ પોસ્ટની અંદર પહોંચાડ્યો છે.

આ સમાચાર શેર કરો