મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

'મને માફ કરજો...છેલ્લા બે દિવસથી મેં કંઈ ખાધું નથી', પેરિસ ઓલિમ્પિકમાં મેડલનું સપનું તૂટતાં છલકાયું બોક્સરનું દર્દ

ભારતીય મહિલા બોક્સર નિખત ઝરીનનું પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છ

'મને માફ કરજો...છેલ્લા બે દિવસથી મેં કંઈ ખાધું નથી', પેરિસ ઓલિમ્પિકમાં મેડલનું સપનું તૂટતાં છલકાયું બોક્સરનું દર્દ

ભારતીય મહિલા બોક્સર નિખત ઝરીનનું પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. નિખતને પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં એશિયન ગોલ્ડ મેડલ વિજેતા ચીનના વુ યુએ હરાવી હતી અને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી હતી. હાર બાદ નિખત ભાવુક થઈ ગઈ હતી. જોકે તે માંડ માંડ પોતાના આંસુ કાબુમાં રાખી શકી. આ મેચ જીતવા માટે નિખતે છેલ્લા 48 કલાકમાં ઘણા ઉપાયો કર્યા હતા પરંતુ તે બધા નિરર્થક રહ્યા હતા. જોકે, હાર બાદ તેણે મજબૂત વાપસીની આશા વ્યક્ત કરી હતી. નિખાતે કહ્યું કે, છેલ્લા બે દિવસથી તે ભોજન તો દૂર પાણી પણ ના હતી પિ શકી.

ભારતની સૌથી મજબૂત મેડલ સંભાવનાઓ પૈકીની એક ગણાતી નિખત ઝરીનને નોર્થ પેરિસ એરેનામાં ટોચની ક્રમાંકિત ચીની બોક્સર સામે 5-0થી હાર મળી હતી. નિખતે ઓછામાં ઓછા પાંચ વખત કહ્યું, 'હું મજબૂત રીતે પાછી આવીશ.' પ્રી-ક્વાર્ટર ફાઈનલની આગલી રાત્રે તે ઊંઘી શકી નહોતી. અને તે  એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા યુ સામેની મેચ વિશે વિચારતી રહી, જે ફ્લાયવેટ (52 કિગ્રા)માં 2023ની વર્લ્ડ ચેમ્પિયન પણ છે.

'મને થોડું પાણી મળશે'

આખરે નિખતનો સૌથી ખરાબ ડર સાચો પડ્યો કારણ કે તે વિશ્વ ચેમ્પિયન સામે હારી ગઈ. તે સ્પષ્ટ છે કે આ હાર તેને લાંબા સમય સુધી પરેશાન કરશે. યુએ મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું, જ્યારે નિખાતે બીજા રાઉન્ડમાં કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પૂરતું ન હતું. ‘મને થોડું પાણી મળશે?’ નિખતે તેના કોચ તરફ ઈશારો કરતાં કહ્યું અને પછી અડધી ભરેલી બોટલમાંથી એક ચુસ્કી લીધી. મેચ બાદ નિખતે કહ્યું 'માફ કરશો મિત્રો, હું દેશ માટે મેડલ ન જીતી શકી. અહીં સુધી પહોંચવા માટે મેં ઘણું બલિદાન આપ્યું છે. આ ઓલિમ્પિક માટે મેં મારી જાતને માનસિક અને શારીરિક રીતે સારી રીતે તૈયાર કરી હતી."

'છેલ્લા બે દિવસથી મેં કંઈ ખાધું નથી'

નિખતે કહ્યું કે, તેણે 52 કિગ્રાની તેની પસંદગીની વજન શ્રેણીમાંથી નીચે જવું પડ્યું કારણ કે તે પેરિસ ઓલિમ્પિકમાં સામેલ નથી. તેણે કહ્યું, "મેં છેલ્લા બે દિવસથી કંઈ ખાધું નથી. મારે મારું વજન કંટ્રોલ કરવું હતું. મેં પાણી પણ ન પીધું અને વજન માપીને જ પાણી પીધું. પરંતુ મારી પાસે સ્વસ્થ થવાનો સમય નહોતો. આજે હું રિંગમાં પહેલા પ્રવેશી. હું છેલ્લા બે દિવસમાં ઘણી વખત સતત એક કલાક દોડી હતી." કદાચ થાકને કારણે તેના શરીરમાં ત્રણેય રાઉન્ડમાં ચીનના પ્રતિસ્પર્ધી સાથે સ્પર્ધા કરવાની તાકાત ન હતી.

આ સમાચાર શેર કરો