Paris Olympics 2024 / કેપ્ટન હરમનપ્રીતનું શાનદાર પ્રદર્શન, આયર્લેન્ડ સામે ફર્સ્ટ હાફમાં કર્યા 2 ગોલ
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહી છે, ટીમે પહેલો મેચ ન્યુઝીલેન્ડ સામે 3-2થી જીત્યો હતો, જ્યાર

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહી છે, ટીમે પહેલો મેચ ન્યુઝીલેન્ડ સામે 3-2થી જીત્યો હતો, જ્યારે આર્જેન્ટીના સામેના મેચમાં કેપ્ટન હરમનપ્રીતે છેલ્લી 2 મિનીટમાં ગોલ કરીને મેચ 1-1થી ડ્રો કર્યો હતો. આ સાથે ભારતીય ટીમ પૂલ-Bમાં ત્રીજા સ્થાને છે, આજે ભારતીય ટીમનો મુકાબલો આયર્લેન્ડ સામે શરૂ થઈ ચુક્યો છે.
ફર્સ્ટ હાફમાં ભારતની પકડ
આયર્લેન્ડ સામેની હોકી મેચમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. ફર્સ્ટ હાફમાં જ કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ કર્યા છે, જેના કારણે ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.




