Paris Olympic 2024 / બીજા દિવસે આ ભારતીય ખેલાડીઓ પર રહેશે દરેકની નજર, જાણો 28 જુલાઈનું સંપૂર્ણ શેડ્યૂલ
શુક્રવારે ઓપનિંગ સેરેમની બાદ પેરિસ ઓલિમ્પિકની સત્તાવાર રીતે શરૂઆત થઈ હતી. આ પછી, શનિવારે મેગા ઈવે

શુક્રવારે ઓપનિંગ સેરેમની બાદ પેરિસ ઓલિમ્પિકની સત્તાવાર રીતે શરૂઆત થઈ હતી. આ પછી, શનિવારે મેગા ઈવેન્ટનો પ્રથમ દિવસ હતો. બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને રોઇંગ ઉપરાંત બીજા ઘણા ભારતીય ખેલાડીઓ પ્રથમ દિવસે મેદાનમાં ઉતર્યા હતા. હવે ફેન્સની નજર બીજા દિવસની ઈવેન્ટ પર છે. પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય ખેલાડીઓ બેડમિન્ટન, શૂટિંગ, રોઇંગ, ટેબલ ટેનિસ અને સ્વિમિંગમાં પોતાની તાકાત બતાવશે. આ સમય દરમિયાન સૌથી વધુ નજર શૂટર મનુ ભાકર પર રહેશે.
ભારતીય શૂટર મનુ ભાકર પાસે મહિલાઓની 10 મીટર પિસ્તોલની ફાઈનલમાં મેડલ જીતવાની તક હશે. તે જ સમયે, ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ તેના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરશે. ચાલો જાણીએ બીજા દિવસ માટે ભારતનું શેડ્યૂલ.
ટેબલ ટેનિસ
- વિમેન્સ સિંગલ્સ (બીજો રાઉન્ડ): શ્રીજા અકુલા vs ક્રિસ્ટીના કાલબર્ગ (સ્વીડન) - બપોરે 12:15 કલાકે
- વિમેન્સ સિંગલ્સ (બીજો રાઉન્ડ): મનિકા બત્રા vs અન્ના હર્સી (ગ્રેટ બ્રિટન) - બપોરે 12:15 કલાકે
- મેન્સ સિંગલ્સ (બીજો રાઉન્ડ): શરત કમલ vs ડેની કોઝુલ (સ્લોવેનિયા) - બપોરે 3:00 કલાકે
સ્વિમિંગ
- મેન્સ 100મી બેકસ્ટ્રોક (હીટ 2): શ્રીહરિ નટરાજ - બપોરે 3:16 કલાકે
- વિમેન્સ 200 મીટર ફ્રીસ્ટાઇલ (હીટ 1): ધીનિધિ દેસિંઘુ - બપોરે 3:30 કલાકે
તીરંદાજી
- વિમેન્સ ટીમ (ક્વાર્ટર ફાઈનલ): ભારત (અંકિતા ભક્ત, ભજન કૌર અને દીપિકા કુમારી) vs ફ્રાન્સ/નેધરલેન્ડ - સાંજે 5:45 કલાકે
- વિમેન્સ ટીમ (સેમીફાઈનલ): સાંજે 7:17 કલાકે
- વિમેન્સ ટીમ (મેડલ સ્ટેજની મેચો): રાત્રે 8:18 કલાકે
બેડમિન્ટન
- વિમેન્સ સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): પીવી સિંધુ vs એફએન અબ્દુલ રઝાક (માલદીવ), બપોરે 12:50 કલાકે
- મેન્સ સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): એચએસ પ્રણય vs ફેબિયન રોથ (જર્મની), રાત્રે 8:00 કલાકે
શૂટિંગ
- વિમેન્સ 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન: ઈલાવેનિલ વાલારિવાન, બપોરે 12:45 કલાકે
- મેન્સ 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન: સંદીપ સિંહ અને અર્જુન બબુતા, બપોરે 2:45 કલાકે
- વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ ફાઈનલ: મનુ ભાકર, બપોરે 3:30 કલાકે
રોઇંગ
- મેન્સ સિંગલ્સ સ્કલ (રેપેચે 2): બલરાજ પંવાર, બપોરે 1:18 કલાકે






