મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympic 2024 / ભારતમાં કેવી રીતે જોઈ શકશો ઓલિમ્પિકનું લાઈવ સ્ટ્રીમિંગ? અહીં જાણો વિગતો

પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય એથ્લેટ્સ પણ 27મી જુલાઈ એટલે કે આજથી તેમનું અભિયાન શરૂ કરવ

Olympic 2024 / ભારતમાં કેવી રીતે જોઈ શકશો ઓલિમ્પિકનું લાઈવ સ્ટ્રીમિંગ? અહીં જાણો વિગતો

પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય એથ્લેટ્સ પણ 27મી જુલાઈ એટલે કે આજથી તેમનું અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. આજે ભારતને શૂટિંગમાં મેડલની આશા રહેશે. જ્યારે ભારતીય ખેલાડીઓ અન્ય ઘણી રમતોમાં પોતાની ક્ષમતા બતાવશે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે એક ગોલ્ડ સહિત કુલ 7 મેડલ જીત્યા હતા. આ વખતે પણ ભારતને ઘણા ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, તમામ મેચ પર દરેકની નજર રહેશે. ચાલો તમને જણાવીએ કે તમે ભારતમાં પેરિસ ઓલિમ્પિક 2024 લાઈવ ક્યાં જોઈ શકો છો.

ક્યાં જોઈ શકશો લાઈવ ઈવેન્ટ?

પેરિસ ઓલિમ્પિક 2024માં 16 રમતોમાં 69 મેડલ ઈવેન્ટ્સમાં 117 ભારતીય એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. આ વખતે દરેકને ઘણી રમતોમાં મેડલની અપેક્ષા છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024નું સત્તાવાર સ્ટ્રીમિંગ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ 18 છે. સ્પોર્ટ્સ 18 ચેનલ (SD અને HD) પેરિસ ઓલિમ્પિકની 2024 સીઝનનું લાઈવ ટેલિકાસ્ટ કરશે. આ સિવાય, જો તમે આ ગેમ્સને મોબાઈલ પર બિલકુલ ફ્રીમાં જોવા ઈચ્છો છો, તો તમે Jio Cinema એપ પર તેનો આનંદ લઈ શકો છો.

ભવ્ય હતી ઓપનિંગ સેરેમની

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત તરફથી 117 એથ્લેટની ટુકડી ભાગ લઈ રહી છે. આજે એટલે કે 27મી જુલાઈએ ભારતીય ખેલાડીઓ ઘણી રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે, એવું માનવામાં આવે છે કે આજે ભારત પોતાનો મેડલ જીતી શકે છે અને પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલનું ખાતું શૂટિંગની રમતથી ખોલી શકે છે.

તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની પેરિસની સીન નદી પર ભવ્ય રીતે થઈ હતી. પીવી સિંધુ અને શરત કમલે ભારતીય ખેલાડીઓનું નેતૃત્વ કર્યું હતું. આ સિવાય બોટમાં સવાર અન્ય ભારતીય ખેલાડીઓ પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા, જેમના બધાના હાથમાં તિરંગો હતો અને તે લહેરાવીને દર્શકોનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો