મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics: કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસની સુનાવણી પૂર્ણ, જોવાઈ રહી છે નિર્ણયની રાહ

કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. નિર્ણય આજે (9મી ઓગસ્ટ) અથવા આવતીકા

Paris Olympics: કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસની સુનાવણી પૂર્ણ, જોવાઈ રહી છે નિર્ણયની રાહ

કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. નિર્ણય આજે (9મી ઓગસ્ટ) અથવા આવતીકાલે (10મી ઓગસ્ટ) આવી શકે છે. CASએ અગાઉ કહ્યું હતું કે વિનેશની અપીલ પર નિર્ણય પેરિસ ઓલિમ્પિક સમાપ્ત થાય તે પહેલા સંભળાવવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનું છે. પરંતુ હવે સમગ્ર મામલે નિર્ણય 9 કે 10 ઓગસ્ટે આવી શકે છે.

આ ચાર દલીલો વિનેશે સુનાવણી દરમિયાન આપી

  1. વિનેશે દલીલ કરી હતી કે તેણીએ કોઈ છેતરપિંડી કરી નથી.
  2. તેનું વજન શરીરની કુદરતી પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાને કારણે હતું.
  3. વિનેશે દલીલ કરી હતી કે પોતાના શરીરની કાળજી લેવી એ એથલીટનો મૂળભૂત અધિકાર છે.
  4. વિનેશ વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સ્પર્ધાના પહેલા દિવસે તેના શરીરનું વજન નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હતું. માત્ર રિકવરીથી વજન વધ્યું છે અને છેતરપિંડીનો કેસ નથી. તેમના શરીરને સ્વસ્થ રહેવા માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડવા એ તેમનો મૂળભૂત અધિકાર છે.

ઓલિમ્પિકસમાં વિનેશે શાનદાર પ્રદર્શન કર્યું હતું

પેરિસ ઓલિમ્પિકસમાં વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમિ ફાઈનલ મેચ જીતી હતી. તેણે સેમિ ફાઇનલમાં ક્યુબાના રેસલર યુસનેલિસ ગુજમેનને 5-0થી હરાવી હતી. ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિનેશે યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી હતી. વિનેશે જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી હતી. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

વિનેશે સીએએસમાં અપીલ કરી હતી 

ગેરલાયક ઠર્યા બાદ વિનેશે 'કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ' (CAS)માં અરજી કરી હતી. વિનેશનું વજન નિયમ કરતા 100 ગ્રામ વધુ હોવાનું સામે આવ્યું હતું. વિનેશે વજન ઘટાડવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. તેણે પોતાના વાળ કાપ્યા હતા, કપડા પણ નાના કર્યા હતા. પરંતુ તેમ છતાં સફળતા મળી ન હતી. 

શું છે સીએએસ?

વર્ષ 1896માં પહલી વખત ઓલિમ્પિક્સનું આયોજન ગ્રીસમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી કેટલાક વિવાદો ઉભા થવા લાગ્યા. કેટલાક ખેલાડીઓએ નિયમોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ બધા વિવાદોને ધ્યાનમાં રાખીને તેમને ઉકેલવા માટે વર્ષ 1984માં 'કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ'ની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય સ્વિત્ઝર્લેન્ડમાં સ્થિત છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે, જે રમતગમતને લગતા વિવાદોનું નિરાકરણ લાવે છે.

વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિકમાં મહિલા 50 કિલોગ્રામ રેસલિંગ ઈવેન્ટની ફાઈનલ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાથી રેસલિંગ માટે અયોગ્ય ઠેરવવામાં આવતા તેને લઈને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ટીકા કરી છે, ત્યારે સચિન તેંડુલકરે વિનેશ ફોગાટ મુદ્દે આપી 'અમ્પાયર્સ કૉલ'ની સલાહ આપી છે. જો કે, વિનેશ આ મુદ્દે સ્પોર્ટ્સ આર્બિટ્રેશનનો આસરો લીધો હતો. આ દરમિયાન તેંડુલકરે કહ્યું હતું કે, 'રમતમાં નિયમો પર સમય-સમય પર ધ્યાન આપવું જોઈએ.'

તેંડુલકરે રેસલર ફોગાટને લઈને શું કહ્યું?

તેંડુલકરે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, 'દરેક રમતના કેટલાક નિયમો હોય છે અને તે નિયમોને સંદર્ભમાં જોવાની જરૂર છે, ક્યારેક આ નિયમો બીજી વખત પણ ધ્યાન આપવું જોઈએ. વિનેશ ફોગાટે નિષ્પક્ષતાથી ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. વજનને લઈને તેને ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામા આવી હતી અને આવી સ્થિતિમાં તેની પાસેથી સિલ્વર મેડલ છીનવી લેવાનું તર્ક રમતની સમજની બહાર છે.'

ખેલાડી અનૈતિક વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેને ગેરલાયક ઠેરવવો યોગ્ય 

તેંડુલકરે કહ્યું કે, 'જો કોઈ ખેલાડી અનૈતિક વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેને ગેરલાયક ઠેરવવો યોગ્ય છે, પરંતુ વિનેશના કિસ્સામાં આવું થયું ન હતું, જો કોઈ ખેલાડી સારુ પ્રદર્શન કરવા માટે દવાનો ઉપયોગ કરે તો તેને નૈતિક ઉલ્લંઘન માટે ગેરલાયક ઠેરવવો એ બધાને સમજમાં આવે. આ સ્થિતિમાં તેને કોઈ મેડલથી સન્માનિત ન કરી છેલ્લા સ્થાન પર રાખવો યોગ્ય રહેશે.'

વિનેશને એ ઓળખ મળે જેની તે હકદાર છે

તેમણે કહ્યું કે, 'ફોગાટે તેના હરીફોને હાર આપીને ટોપ ટુમાં સ્થાન મેળવ્યું હતું. તે ચોક્કસપણે સિલ્વર મેડલની હકદાર છે. અમે બધા સ્પોર્ટ્સ આર્બિટ્રેશનના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. આશા અને પ્રાર્થના કરીએ કે વિનેશને એ ઓળખ મળે જેની તે હકદાર છે.'

આ સમાચાર શેર કરો