Paris olympics 2024: ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ જીત સાથે કરી શરૂઆત, પરિવારમાં ખુશીનો માહોલ
Paris olympics 2024: પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાં આજે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના

Paris olympics 2024: પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાં આજે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના હરમિત દેસાઈએ પ્રિલિમિનરી રાઉન્ડમાં ઝળહળતું પ્રદર્શન કર્યું હતું. હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં યમનના ખેલાડીને હાર આપી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. બીજી તરફ સુરતમાં રહેતા તેના પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
30 મિનિટ સુધી ચાલેલી મેન્સની ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈએ દરેક રાઉન્ડમાં જોર્ડનના ઝાયેદ અબો યમન સામે
યમનને હાર આપી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં બે વખતના સુવર્ણ ચંદ્રક વિજેતા હરમીત દેસાઈએ સ્પર્ધાની સકારાત્મક શરૂઆત કરી હતી. હરમીતે 30 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11-7, 11-9, 11-5, 11-5થી જીત મેળવી હતી.
મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે - હરમીતના માતા
હરમીત દેસાઈના માતા અર્ચનાબેને કહ્યું કે. ઓલિમ્પિક રમતોત્સવને લઈને તે ઘણા સમયથી તૈયારી કરતો હતો જેના કારણે આજે આ સફળતા પ્રાપ્ત થઈ છે. આગામી સમય માટે મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.








