મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

ગજબનો ફેન! નીરજ ચોપરાને મળવા સાયકલ ચલાવીને 2 વર્ષમાં ભારતથી ફ્રાન્સ પહોંચ્યો આ વ્યક્તિ

નીરજ ચોપરાને કોણ નથી ઓળખતું? તે ભારતનો સ્ટાર એથ્લેટ છે અને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે તૈ

ગજબનો ફેન! નીરજ ચોપરાને મળવા સાયકલ ચલાવીને 2 વર્ષમાં ભારતથી ફ્રાન્સ પહોંચ્યો આ વ્યક્તિ

નીરજ ચોપરાને કોણ નથી ઓળખતું? તે ભારતનો સ્ટાર એથ્લેટ છે અને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે તૈયાર છે. આ દરમિયાન નીરજ ચોપરાનો એક મોટો ફેન ચર્ચામાં છે, જે સાયકલ ચલાવીને ભારતથી ફ્રાન્સ પહોંચ્યો છે. નવાઈની વાત એ છે કે તે છેલ્લા બે વર્ષથી સાયકલ ચલાવે છે. તેણે 15 ઓગસ્ટ 2022ના રોજ કેરળના કાલિકટથી પેરિસ સુધીની તેની સાયકલ યાત્રા શરૂ કરી હતી અને આ દરમિયાન તેણે લગભગ 22 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને 30 દેશોની મુલાકાત લીધા બાદ પેરિસ પહોંચ્યો હતો.

નીરજના આ ફેનનું નામ ફાયિસ અસરફ અલી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, અલીએ 'શાંતિ અને એકતા'ના સંદેશ સાથે ભારતથી લંડન સુધી સાયકલ મિશન પર નીકળ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 17 દેશોનો પ્રવાસ કર્યો, ત્યારબાદ તે 2023માં બુડાપેસ્ટમાં રોકાયો અને તે દરમિયાન તેને ખબર પડી કે સ્ટાર ખેલાડી અને ટોક્યો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરા બુડાપેસ્ટમાં જ રોકાયો છે, તેથી તે તેને મળવા માંગતો હતો. 

નીરજને પહેલીવાર મળવાની તક મળી

અલીએ તરત જ તેના એક પરિચિત અને કેરળના જાણીતા કોચને ફોન કર્યો અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ગયેલા નીરજ ચોપરાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પ્રથમ વખત હતું જ્યારે તે તેના ફેવરીટ ખેલાડીને મળ્યો હતો. આ દરમિયાન નીરજે તેને કહ્યું કે, 'જ્યારે તમે લંડન જઈ રહ્યા છો તો તમે ઓલિમ્પિક માટે પેરિસ કેમ નથી આવી રહ્યા?' અલી પણ પેરિસ જવા માટે રાજી થઈ ગયો, કારણ કે તેને લાગતું હતું કે પેરિસમાં તેને તેના ફેવરીટ ખેલાડીને મળવાની શાનદાર તક મળશે, તો તે આ તક કેવી રીતે જવા દે. તે જરૂરી વિઝા લઈને પેરિસ જવા નીકળી ગયો.

સાયકલ દ્વારા સરહદ પાર કરવામાં કોઈ સમસ્યા નથી

વ્યવસાયે એન્જિનિયર અલીએ પીટીઆઈને જણાવ્યું કે, તે પોતાની સાથે 50 કિલો વજન કેરી કરે છે, જેમાં તેની સાયકલ, ચાર જોડી કપડા, સૂવા માટેનો તંબુ અને સ્લીપિંગ બેગ વગેરેનો સમાવેશ થાય છે. તેણે એ પણ કહ્યું કે, તે ક્યારેય કોઈ હોટલમાં રોકાતો નથી. અલી અનુસાર, સાયકલ સવારોને બોર્ડર ક્રોસ કરવા માટે માત્ર વિઝાની જરૂર હોય છે, આ સિવાય તેમને અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી.

આ સમાચાર શેર કરો