મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris olympics 2024: પેરિસમાં ભારતીય ગોલ્ફરને નડ્યો અકસ્માત, જાણો તેની આગામી મેચમાં ભાગ લેશે કે નહીં

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય એથ્લિટો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય ગોલ્ફર દીક્ષા ડા

Paris olympics 2024: પેરિસમાં ભારતીય ગોલ્ફરને નડ્યો અકસ્માત, જાણો તેની આગામી મેચમાં ભાગ લેશે કે નહીં

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય એથ્લિટો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરનો અકસ્માત થયો છે. અહેવાલો મુજબ ડાગરને કાર અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ છે. જોકે તેને તુરંત હોસ્પિટલમાં ખસેડાઈ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 જુલાઈની સાંજે પેરિસમાં દિક્ષા ડાગરની કારનો અકસ્માત થયો હતો.અકસ્માતના  તેની માતા ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સમયે કારમાં પરિવારના ચાર સભ્યો હાજર હતા. પિતા અને દિક્ષાને કોઈ ઈજા થઈ ન હતી. જ્યારે દીક્ષા ઠીક છે અને તે પેરિસ ઓલિમ્પિકમાં તેની મેચમાં ભાગ લેશે.

હાલ પેરિસ ઓલિમ્પિક હેઠળના ગોલ્ફ ઈવેન્ટમાં ભારતના ચાર ગોલ્ફર, દીક્ષા ડાગર, અદિતિ અશોક, શુભંકર વર્મા અને ગગનજીત ભુલ્લર સામેલ છે. આ ચારેય ગોલ્ફરો પેરિસના ગુયાનકોર્ટમાં ગોલ્ફમાં ભાગ લેવાના છે. ત્યારે આ ટુર્નામેન્ટ પહેલા દીક્ષા ડાગર કાર અકસ્માતમાં ઘાયલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

પહેલીથી 10 ઓગસ્ટ સુધી યોજાશે ગોલ્ફ ઈવેન્ટ

પેરિસ ઓલિમ્પિક હેઠળ આજથી ગોલ્ફ ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે, જે આગામી 10 ઓગસ્ટ સુધી યોજાશે. એકથી ચાર ઓગસ્ટ ચાર રાઉન્ડમાં પુરુષોની મેચ રમાશે, જ્યારે ત્યારબાદ સાતમી ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ચાર રાઉન્ડમાં મહિલાઓની મેચો રમાશે. આ મેચોમાં દિશા ડાગરની મેચોનો પણ સમાવેશ થાય છે.

ડાગરે અગાઉ ગોલ્ડ મેડલ જીત્યો હતો

ડાગરે અગાઉ ડેફલિમ્પિક્સની બે ઈવેન્ટમાં ભાગ લીધો હતો. હરિયાણામાં જન્મેલી ગોલ્ફર ડાગરે વર્ષ 2022માં ફાઇનલમાં યુએસએની એશલિન ગ્રેસને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ડેફલિમ્પિક્સમાં ભાગ લેનાર ડાગર ભારતની પ્રથમ ખેલાડી હતી.

આ સમાચાર શેર કરો